વોશિગ્ટન, શ્રેણીબદ્ધ બનેલા એક પછી એક ગમખ્વાર બનાવોમાં એક વધુ ભારતવંશીય વિદ્યાર્થીની અમેરિકામાં આ સપ્તાહમાં જ હત્યા થઈ હતી. જેમાં એક આઈ.ટી. સ્ટુડન્ટની તેના ઘરની પાસે જ ક્રુરરીતે હત્યા કરાઈ હતી.અમેરિકામાં આ વર્ષ દરમિયાન બનેલો આ પાંચમો બનાવ છે.
તાજેતરમાં જ ઈંડીયાના રાજયની યુર્દુ યુનિવસટીમાંથી મિકેનિકલ એન્જિનિયરીંગમાં માસ્ટર્ડ ડીગ્રી મેળવ્યા પછી પી.એચ.ડી. કરતા સમીર કાઠમનો મૃતદેહ સોમવારે સાંજે મેક નેયર રીઝર્વ પાસે મળી આવ્યો હતો. તેણે ઑગસ્ટ ૨૦૨૩માં મીકેનિકલ એન્જિનિયરીંગ માસ્ટર્સ ડીગ્રી મેળવી હતી. પછી પી.એચ.ડી. માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે માટે તેઓને ૨૦૨૪ સુધીમાં પોતાની પોતાની સીસીસી પુરી કરવાની હતી. આ માહિતી યુનિવસટીથી સ્વતંત્ર તેવી ’’ધી યુર્દુ એક્સપોનન્ટ’’ નામની ચેનલે આપી હતી.
આ ઉપરાંત એક ભારતવંશીય વિદ્યાર્થી, સૈયદ મઝારીફ અલિની પાછળ કેટલાક બુરખાધારી હત્યારાઓ પડી ગયા હતા. રવિવારે સાંજે શીકાગોમાં આ ઘટના બની હતી. અલિ દોડતો દોડતો તેના ઘર તરફ નાસ્યો, તેઓ તેની પાછળ પડયા અને તેને ગંભીર ઈજાઓ કરી, તેના લોહીના ડાઘાવાળા કપડાં સાથેનો વિડિયો વાયરલ થયો છે. તેને પછીથી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ગત સપ્તાહે ૧૯ વર્ષનો શ્રેયસ રેડ્ડી બેજાગર પણ તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ પોલીસ માનવા તૈયાર નથી કે તેની હત્યા કરવામાં આવી છે.
સૌથી આઘાતજનક ઘટના તો જ્યોર્જીયા રાજયના લિથોનિયા નગરમાં ૧૬મી જાન્યુઆરીએ બની હતી. જેમાં આઘાતજનક ઘટના તો જ્યોર્જીયા રાજયના લિથોનિયા નગરમાં ૧૬મી જાન્યુઆરીએ બની હતી. જેમાં તાજતરમાં જ યુએસમાં એમબીએની ડીગ્રી મેળનાર ૨૪ વર્ષના વિદ્યાર્થી વિવેક સૈનીની હત્યા ગણી શકાય. તેને ઘરબાર વિના રખડતા એક ડ્રગ એડિટરે માથામાં હથોડા મારી નાખ્યો હતો. આ ભયંકર ઘટના સીસીટીવી ઉપર પણ ઝડપાઈ હતી. જેમાં એક ડ્રગ એડિટર અને ઘરવાર વિના રખડતા, જુલીયન કોકનરે માથામાં ૫૦ હથોડા માર્યા હતા. આ ઉપરાંત યુનિવસટી ઓફ ઈલિનોઈસ, અર્બાના કેમ્પેઈનમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષના વિદ્યાર્થી અકુલ બી. ધવનનું લોહીની શબ મળી આવ્યું હતું.