શિકાગો : અમેરિકા એક યુવકના મોતનો આઘાતજનક મામલો સામે આવ્યો છે. સાદા વોમાં સજ્જ શિકાગો પોલીસ અધિકારીઓએ ટ્રાફિક સ્ટોપ દરમિયાન ફક્ત ૪૧ સેક્ધડમાં જ ૧૦૦ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે અને એક અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ એજન્સીએ ગ્રાફિક વિડીયો ફૂટેજ જાહેર કર્યા હતા. ટેક્ટિકલ યુનિટના પાંચ અધિકારીઓ એક અનમાર્ક્ડ પોલીસ વ્હિકલમાં હતા અને ગત મહિને તેમણે એક એસયુવીને ઘેરી લીધી હતી જે ડેક્સ્ટર રીડ ચલાવી રહ્યો હતો.
વિડીયોમાં દેખાય છે કે ૨૬ વર્ષીય અશ્ર્વેત યુવક થોડા સમય માટે કારની બારીનો કાચ નીચે કરે છે અને પછી તેને ઊંચો કરી દે છે. તેવામાં વધુ અધિકારીઓ આવવાના કારણે તે કારમાંથી બહાર આવવાની ના પાડી દે છે. પોલીસે કહ્યું હતું કે રીડે સીટ બેલ્ટ ન હતો પહેર્યો એટલે તેની કારને અટકાવવામાં આવી હતી.
સિવિલિયન ઓફિસ ઓફ પોલીસ એકાઉન્ટેબિલિટી એ જણાવ્યું હતું કે, પ્રારંભિક પુરાવા દર્શાવે છે કે પ્રથમ ગોળીબાર રીડે કર્યો હતો. જેનાથી એક અધિકારી ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ચાર અધિકારીઓએ વળતો ૯૬ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
રીડ તેના વાહનમાંથી બહાર નીકળીને જમીન પર પડી ગયો પછી પણ ગોળીબાર ચાલુ રહ્યો હતો, તેમ પોલીસે શરીર પર પહેરેલા કેમેરા ફૂટેજ, ૯૧૧ કોલ્સ અને પોલીસ રિપોર્ટ્સ બહાર પાડતા જણાવ્યું હતું. પોલીસ સુપ્રિટેન્ડેન્ટ લેરી સ્નેલિંગે અગાઉ જણાવ્યું હતું કે ૨૧ માર્ચે ગોળીબાર ટ્રાફિક સ્ટોપથી શરૂ થયો હતો અને તેને એક્સચેન્જ ઓફ ગન ફાયર તરીકે ગણાવ્યું હતું.જોકે, રીડના પરિવારજનોએ અધિકારીઓએ કરેલા શૂટિંગની વિશ્ર્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા છે. રીડને શા માટે ખેંચવામાં આવ્યો તે અંગેના જવાબો શોધી રહ્યા છે.