વોશિગ્ટન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીએ આયોવા કોક્સમાંથી તેના ઉમેદવાર તરીકે નામાંક્તિ કર્યા છે. એટલે કે રિપબ્લિકન પાર્ટીના નેતા વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાંથી બહાર થઈ ગયા છે. એ વાત તો જાણીતી જ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ ઘણી વખત ફરીથી રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.
વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોક્સ હાર્યા બાદ લીધો છે. ઉમેદવારી રેસમાંથી ખસી જવાની જાહેરાત કરતા ભારતીય મૂળના રામાસ્વામીએ કહ્યું કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા અને તેમના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખશે. તેણે એમ પણ કહ્યું કે તે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપશે અને તેમની સાથે કામ કરશે. આ દરમિયાન વિવેકના સમર્થકો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને તેના માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે.ડોનાલ્ડ ટ્રમ્પ તેમની કઠોર ઈમિગ્રેશન નીતિઓ માટે પણ જાણીતા છે. વિવેક રામાસ્વામીએતેમના સમર્થકોને વિઝન ૨૦૨૪ આપ્યું છે. આ અંતર્ગત તેમણે કહ્યું છે કે સત્તામાં આવ્યા બાદ તેઓ અમેરિકાની સરહદો બંધ કરી દેશે અને ગેરકાયદેશર પ્રવેશ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે એમ પણ કહ્યું છે કે અત્યારે અમેરિકા ખતરામાં છે અને દેશની સરહદો પર હુમલા થઈ રહ્યા છે. ચીનને લઈને ટ્રમ્પની નીતિઓ પણ ઘણી કડક રહી છે અને એક વખત તેમણે કોરોના મહામારી માટે ચાઈનીઝ વાયરસ શબ્દનો ઉપયોગ પણ કર્યો હતો.