અમેરિકામાં રેલવે બ્રિજ તૂટ્યો: ડામર અને કેમિકલ લઈ જતી ટ્રેન નદીમાં પડી

વોશિંગ્ટન, અમેરિકાના મોંટાના રાજ્યમાં યેલોસ્ટોન નદી પર બનેલો એક પુલ સવારે ધ્વસ્ત થઈ ગયો હતો. જેનાથી ખતરનાક સામગ્રી લઈ જઈ રહેલી માલગાડીના અમુક ડબ્બા પાણીમાં ડૂબી ગયા હતા. સ્ટિલવોટર કાઉંટીની આપદા અને ઈમરજન્સી સેવાઓએ કહ્યું કે, માલગાડીના ટેક્ધરોમાં ગરમ ડામર અને પિઘળેલો સલ્ફર હતો. સવારે ૬ વાગ્યાની દુર્ઘટના બાદ ખતરાનું મૂલ્યાંકન કરતી વખતે અધિકારીઓએ નદીની નીચે વહેતા પાણીવાળા વિસ્તારમાં પાણીની સપ્લાઈ બંધ કરી દીધી છે. એક રિપોર્ટરે અમુક ટેક્ધરમાંથી એક પીળો પદાર્થ નીકળતો જોયો.

કાઉંટીના ઈમરજન્સી સેવાઓના પ્રમુખ ડેવિડ સ્ટૈમીએ કહ્યું કે, સાઈટ પર કામ કરી રહેલા કર્મચારીઓ માટે તાત્કાલિક કોઈ ખતરો નથી. ટ્રેનોમાં લદેલા ખતરનાક સામગ્રીની માત્રા નદીના કારણે ઓછી થઈ રહી છે. નદીમાં ત્રણ ડામરના ટેક્ધર અને ચાર સલ્ફરના ટેક્ધર પડી ગયા હતા. તો વળી મોંટાના રેલ લિંકના પ્રવક્તા એન્ડી ગારલેન્ડે એક નિવેદનમાં કહ્યું કે, ટ્રેનના ચાલક દળ સુરક્ષિત છે અને કોઈ ઘાયલ થવાની સૂચના નથી. તેમણે કહ્યું કે, ઠંડા તાપમાનના સંપર્કમાં આવવા પર ડામર અને સલ્ફર બંને ઝડપથી જામી જાય છે.

કહેવાય છે કે, બિલિંગ્સથી લગભગ ૪૦ માઈલ પશ્ર્ચિમમાં કોલંબસ શહેરની નજીક સ્ટિલવોટર કાઉંટીમાં થયેલી દુર્ઘટના બાદ રેલકર્મી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આ વિસ્તાર યેલોસ્ટોન નદી ઘાટીમાં ઓછી વસ્તીવાળા વિસ્તાર છે, જે રેંચ અને ખેતરથી ઘેરાયેલ છે. ત્યાં નદી યેલોસ્ટોન નેશનલ પાર્કથી ઘણી દૂર વહે છે, જે લગભગ ૧૧૦ માઈલ દક્ષિણ પશ્ર્ચિમમાં આવેલ છે. ગારલેન્ડે કહ્યું કે, અમે આ ઘટનાના કારણે વિસ્તાર પર કોઈ પણ સંભવિત અસરથી નિવારણ અને દુર્ઘટના પાછળના કારણે સમજવા માટે તેમના હિસાબથી કામ કરવા માટે કટિબદ્ધ છે.

જ્યારે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપનારા ગ્લોબલ નેટે કહ્યું કે, પુલ વસ્ત થવાથી રાજ્યમાં કોઈ ગ્રાહકોને ઈન્ટરનેટ સેવા આપનારી ફાઈબર ઓપ્ટિક કેબલ પણ તૂટી ગયા છે. પાડોશી યેલોસ્ટોન કાઉન્ટીમાં અધિકારીઓએ કહ્યું કે, તેમણે સંભવિત ખતરનાક રિસાવના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઈમરજન્સી ઉપાય કર્યા છે અને નિવાસિઓને પાણીથી બચાવવા માટે કહ્યું છે. તેથી પુલ તૂટવાના કારણોની તપાસ થઈ રહી છે. હાલમાં જ ભારે વરસાદથી નદીના પાણી ઉપર આવ્યા છે. એ સ્પષ્ટ નથી થયું કે પુલ ક્યા કારણથી તૂટ્યો છે.