
અમેરિકામાં ત્રણ ભારતીયો ગમખ્વાર અકસ્માતમાં માર્યા ગયા છે. આ ત્રણ ભારતીયમાં એક પિતા અને બે તેમની પુત્રી છે. ટેક્સાસમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભારતીય કુટુંબના ત્રણ સભ્યોના મોત થયા હતા. આ હૃદય વિદારક ઘટનામાં અરવિંદ મણી, તેમની પત્ની પ્રદીપા અરવિંદ અને તેમની દીકરી એન્દ્રિલ મૃત્યુ પામ્યા હતા. ત્રણેયના અકસ્માત પછી તેમની કારમાં જીવતા ભૂંજાઈ જવાથી મોત થયા છે.
અરવિંદ મણિની દીકરી એન્દ્રિલને ટેક્સાસ યુનિવસટીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં એડમિશન મળ્યું હતું. દીકરીને યુનિ. મૂકવા માટે માબાપ બંને કાર લઈને ઓસ્ટિની ડલ્લાસ જવા નીકલ્યા હતા. બંને શહેરો વચ્ચેનું અંતર ૩૧૧ કિ.મી. થાય છે. પુત્રીને એડમિશન મળવાથી કુટુંબ પણ આનંદમાં હતુ. તેઓએ તેની ઉજવણી પણ કરી હતી, પણ હવે ત્યાં શોકનું વાતાવરણ છે.
૧૪ ઓગસ્ટના વહેલી સવારના થયેલા અકસ્માતમાં ભારતીય કુટુંબ જે કારમાં સવાર હતુ તેનું પાછળનું ટાયર ફાટતા કાર બેકાબૂ થઈ ગઈને સામેથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. તેના પછી અરવિંદ મણિનું કુટુંબ જેમા હતુ તેમા આગ લાગી ગઈ હતી. આથી ત્રણેય જણા સળગી ઉઠેલી કારમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. આ સિવાય તેમની કાર જેમની કારને અથડાઈ હતી તેમા પણ સવાર બે લોકોના મોત થયા હતા.
અમેરિકામાં સેટલ થયેલા આ ભારતીય પરિવારનો એક દીકરો પણ હાલ યુએસમાં જ છે જેની ઉંમર ૧૪ વર્ષ છે, જોકે સ્કૂલમાં ભણતો આ છોકરો તેના પરિવારને અકસ્માત થયો ત્યારે તેમની સાથે કારમાં સવાર નહોતો. જોકે આ ભયાનક અકસ્માતમાં પોતાનો સમગ્ર પરિવાર ગુમાવનારો આ કમનસીબ છોકરો પરિવારવિહોણો બન્યો છે.