વોશિગ્ટન, અમેરિકામાં આંધ્ર પ્રદેશના ભારતીય અમેરિકન વિદ્યાર્થીની હત્યાના સમાચાર બાદ દેશની ચિંતા વધી ગઇ છે કે અમેરિકામાં શું થઇ રહ્યું છે, શું ત્યા ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યાં છે કે પછી બીજુ કોઇ કારણ છે. આ વર્ષે માત્ર ૩ મહિનામાં જ ૧૦ વિદ્યાર્થી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યાં છે કે સતત ભારતીયોની અમેરિકામાં હત્યા થવી એક ચિંતાનો વિષય છે.
આંધ્ર પ્રદેશના પારૂચુરી અભિજીતના કેસ સહિત ૨૦૨૪ની શરૂઆતથી અત્યાર સુધી ૧૦ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે, શરૂઆતના રિપોર્ટમાં આ મોતની અલગ અલગ પરિસ્થિતિ બતાવવામાં આવી છે.
૨૦૨૪માં અમેરિકામા માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ
૩ જાન્યુઆરી ૨૦૨૪- વિવેક સૈની (૨૫)ની જ્યોર્જીયમાં હત્યા કરવામાં આવી, જેને એક ડ્રગ એડિક્ટે માર્યો હતો.
૧૭ જાન્યુઆરી- નીલ આચાર્ય (૨૨) પડર્યૂ યુનિવર્સિટીમાં રહસ્યમયી હાલતમાં મોત થયું
૧૮ જાન્યુઆરી- અકુલ ધવન (૨૧) અર્બાના-શૈમ્પેન યુનિવર્સિટી પરિસરમાં મોત થયું. બારમાં એન્ટ્રી ના આપવાને કારણે બહાર જ ઉભા રહેવાથી હાઇપોથમયાથી મોત થયું હતું
૨૩ જાન્યુઆરી – જાહ્નવી કડુલા (૨૩) રોડ અકસ્માતમાં મોત થયું હતું. એક પોલીસ અધિકારીની ગાડીએ ટક્કર મારી હતી.
૨૩ જાન્યુઆરી- સમીર કામથ (૨૫) સંરક્ષિત વિદ્યાર્થીમાં તેનો શબ મળ્યો, જોકે, મોતનું કારણ ખબર નથી પડી.
૩૧ જાન્યુઆરી- શ્રેયસ રેડ્ડી (૧૯) હોસ્ટેલના રૂમમાં શબ મળ્યો, મોતનું કારણ જાણવા નથી મળ્યું.
૭ ફેબ્રુઆરી- વિવેક તનેજા (૪૧) રેસ્ટોરન્ટમાં હુમલો થયો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું.
૬ ફેબ્રુઆરી- જી.દિનેશ અને નિકેશ (૨૦-૨૦) રૂમમાં તેમનો શબ મળ્યો, ગેસ ગળતરને કારણ ગણવામાં આવ્યું.
૧૬ માર્ચ- પારુચુરી અભિજીત (૨૦) કારમાં શબ મળ્યો, કારણ જાણવા નથી મળ્યું
આંકડાથી ખબર પડે છે કે આ મોતમાં મોટાભાગની હત્યા થઇ છે. કેટલાકનું રોડ અકસ્માતમાં મોત થયું છે તો કોઇ ગાયબ થયું અને પછી તેનો શબ મળ્યો. કનેક્ટિક્ટથી ઇન્ડિયાના સુધીના રાજ્યમાં પોલીસ રેકોર્ડ અનુસાર એક ભારતવંશી પ્રોફેશનલ સિવાય માર્યા ગયેલા તમામ પુરૂષ-મહિલાઓની ઉંમર ૨૫ વર્ષ અને તેના કરતા ઓછી હતી. મહત્ત્વપૂર્ણ છે કે કેટલીક એવી પણ ઘટનાઓ બની છે જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થયા છે, જેમાંથી તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.
પારૂચુરી અભિજીત આંધ્ર્ પ્રદેશના ગુંટૂર જિલ્લાનો રહેવાસી હતો. તે બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યાં હતા, તેમનો શબ ૧૬ માર્ચે એક જંગલમાં ઉભેલી કારમાં મળ્યો હતો, તેના પિતા પરૂચુરી ચક્રધર અને માતા શ્રીલક્ષ્મી છે. તે તેમનો એકમાત્ર પુત્ર હતો. યુવકની માતા નથી ઇચ્છતી કે તે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય પરંતુ બાદમાં તેના ભવિષ્યને યાનમાં રાખતા માતા સહમત થઇ ગઇ હતી.