અમેરિકામાં ડાકુઓએ ત્રણ જ મિનિટમાં ફિલ્મી ઢબે ભારતીય ઝવેરીની દુકાન સાફ કરી નાંખી

અમેરિકાનાં કેલિફોનયામાં ભારતીય જ્વેલરી બ્રાન્ડ પીએનજીના શોરૂમમાં ૨૦ બુરખાધારી ડાકુઓ ઘૂસી ગયા હતા. તેમણે પહેલાં ગાર્ડને બાંધી તેનાં મોમાં ડૂચો દઇ દીધો અને તેને બાંધી દીધો તે પછી ખૂબ સરળતાથી તાળું તોડી ઝવેરાતની દુકાનમાં ઘૂસી ગયા. તેમની તમામ હરક્તો સીસી ટીવી કેમેરામાં પૂરાઈ ગઈ છે. પરંતુ આ નકાબ પોશ ડાકુઓને ઓળખી શકાયા નથી.

આ ડાકુઓ દુકાનમાં પહોંચી તુર્ત જ ફેલાઈ ગયા અને એક એક કરીને તમામ શો કેસને તોડી તેમાંથી જ્વેલરી ઉઠાવી પોતાની બેગોમાં ભરી રવાના પડી ગયા.