અમેરિકામાં છવાઈ મુંબઈ ઇન્ડિયન્સ, ટી ૨૦ લીગની ચેમ્પિયન બની એમઆઇ ટીમ

  • MI ન્યૂયોર્કે  USમાં રમાયેલ મેજર લીગ ક્રિકેટમાં જીત મેળવી 
  • મેચનો હીરો નિકોલસ પુરન સિંહ રહ્યો
  • નિકોલસ પૂરને 55 બોલમાં 137 રનની અણનમ ઇનિંગ રમી 

અમેરિકામાં હાલ મેજર લીગ ક્રિકેટ (MLC) 2023 છવાયેલ છે. જણાવી દઈએ કે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ સોમવારે (31 જુલાઈ) ના રોજ યોજાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી MI ન્યૂયોર્કે શાનદાર રીતે જીત મેળવી હતી. મેચનો હીરો વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પુરન સિંહ રહ્યો, જેણે 40 બોલમાં સદી ફટકારી હતી.

MIની ટીમ અમેરિકામાં T20 લીગની ચેમ્પિયન બની હતી. MI ન્યૂયોર્કે કેપ્ટન નિકોલસ પૂરનની તોફાની સદીની પાછળ મેજર લીગ ક્રિકેટ 2023 કબજે કર્યું. મેજર લીગ ક્રિકેટની પ્રથમ સિઝનની ફાઇનલમાં MI ન્યૂયોર્કનો સામનો સિટલ ઓર્કાસ સાથે થશે. ટાઈટલ મેચમાં MI ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. નિકોલસ પૂરને 137 રનની તોફાની ઇનિંગ રમી હતી. 

આ મેચની વાત કરીએ તો સિટલ ઓર્કાસે MI ન્યૂયોર્ક સામે જીતવા માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. MI ટીમે માત્ર 16 ઓવરમાં જ આ મોટો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેપ્ટન નિકોલસ પૂરનનું એવું તોફાન આવ્યું કે સામેની ટીમ પરેશાન થઈ ગઈ.નિકોલસ પૂરને માત્ર 55 બોલમાં 10 ચોગ્ગા અને 13 છગ્ગાની મદદથી 137 રનની અણનમ ઇનિંગ રમી હતી.

ટાઈટલ મેચમાં નિકોલસ પૂરનનો સ્ટ્રાઈક રેટ 249.09 હતો. આ મેચમાં MI માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ડેવાલ્ડ બ્રુઈસ હતો, જેણે 20 રન બનાવ્યા હતા.નિકોલસ પૂરન આ ટૂર્નામેન્ટની આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સિટલ ઓર્કાસ માટે ઇમાદ વસીમ અને વેન પાર્નેલને એક-એક વિકેટ મળી હતી. એક બેટ્સમેન રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ ટાઈટલ મેચમાં MI ન્યૂયોર્કના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આવી સ્થિતિમાં સિટલ ઓર્કાસે ક્વિન્ટન ડિકોકના 52 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી  87 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. 

મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી લીગ ક્રિકેટમાં ઘણો ધમાલ મચાવી રહી છે. પાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમ બે વખત ચેમ્પિયન્સ લીગ જીતી ચુકી છે, જ્યારે મહિલા પ્રીમિયર લીગનું ટાઈટલ પણ આ વર્ષે ટીમે જીત્યું હતું અને હવે MI ન્યૂયોર્ક મેજર લીગ ક્રિકેટ જીત્યું છે. આ રીતે MIએ અત્યાર સુધી લીગ ક્રિકેટમાં 9 ટાઇટલ જીત્યા છે.