અમેરિકામાં માર્ગ અકસ્માતની ઘટનામાં 3 ગુજરાતી મહિલાઓના મોત

અમેરિકામાં 3 ગુજરાતી મહિલાઓનાં રોડ અકસ્માતમાં મોત થવા પામ્યા હતા. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાની હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું છે.

અમેરિકામાં થયેલ રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનાં મોત થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે ત્રણેય મહિલાઓ આણંદ જીલ્લાનાં બોરસદ તાલુકાની વતની હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કરોલી જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં ત્રણ મહિલાનાં મોત થતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ મૂળ ગુજરાતનાં આણંદ જીલ્લાનાં રહેવાસી અને અમેરિકામાં સ્થાયી થયેલા પટેલ પરિવાર ગત રોજ આભ તૂટી પડ્યું હતું. જ્યારે અમેરિકાનાં સાઉથ કેરોલીનાનાં ગ્રીનવિલેમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મહિલાઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ વાસણા (બો) ગામની વતની છે. જ્યારે એક મહિલા કાવીઠા ગામનાં મૂળ વતની છે. ત્યારે અકસ્માતમાં ગાડીમાં સવાર હજુ એક વાસણા ગામની મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

મૃતક મહિલાઓનાં નામ

  • રેખાબેન દિલીપ ભાઈ પટેલ
  • સંગીતાબેન ભાવેશભાઈ પટેલ
  • મનિષા બેન રાજેન્દ્રભાઇ પટેલ

વહેલી સવારે મહિલાઓ એટલાન્ટાથી ગ્રીનવિલે સાઉથ કોરોલીનાં જઈ રહી હતી. તે દરમ્યાન તેઓની કારને અકસ્માત નડ્યો હતો. ત્યારે પ્રાથમિક તારણ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે, કાર ઓવર સ્પીડમાં હોવાનાં કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે અમેરિકાની પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરવાની કામગીરી હાથ ધરી હતી.