અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત વધી રહી છે. બે જુદી-જુદી ફાયરિંગની ઘટનાઓમાં ત્રણ મહિલા અને એક બાળક સહિત સાત લોકોના મોત થયા છે. જ્યારે, બંને ઘટનાના શંકાસ્પાદ આરોપીની ઓળખ થઈ શકી નથી. અલ્બામા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.અહેવાલ મુજબ, અમેરિકાના બમઘમની એક નાઇટ ક્લબમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ૯ લોકો ઘાયલ થયા છે.
આ પહેલા, શહેરના એક નાના ઘરની બહાર પણ ફાયરિંગની બીજી એક ઘટના બની હતી, જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. બમઘમ પોલીસ વિભાગના અધિકારી ટ્રમેન ફિટ્જગેરાલ્ડે જણાવ્યું કે પહેલી ઘટના ૨૭મી સ્ટ્રીટ નોર્થના ૨૪૦૦ બ્લોકમાં એક નાઇટ ક્લબની બહાર બની હતી. ફાયરિંગની ઘટનાની સૂચના મળતા જ અધિકારીઓ રાત્રે ૧૧ કલાકે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા, જેમાં બે મહિલા સામેલ છે.
પોલીસ અધિકારી ફિટજગેરાલ્ડે જણાવ્યું કે ફાયરિંગની સૂચના મળ્યા પછી બમઘમની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમો ઘટના સ્થળે પહોંચી, જ્યાં તેમને નાઇટ ક્લબમાં બે મહિલા મૃત હાલતમાં આવી હતી. જ્યારે એક વ્યક્તિ ક્લબની બહાર ફૂટપાથ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. બીજા વ્યક્તિનું બમઘમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ફાયરિંગની ઘટનામાં નવ લોકો ઘાયલ થયા છે, તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.