અમેરિકામાં બે બેંકો ડૂબી : આંચકાથી ભારતીય શેરબજાર થરથરી ગયું,શેરબજાર ૮૯૭ પોઈન્ટ ઘટીને બંધ:રોકાણકારોના ૪ લાખ કરોડ રૂપિયા ધોવાયા, અદાણી ગ્રુપના ૧૦માંથી ૪ શેરમાં ૫% તેજી

મુંબઇ,

અમેરિકાની બે બેંક બંધ થયાની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે સેન્સેક્સ ૮૯૭ પોઈન્ટ ઘટી ૫૮,૨૩૭ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૨૫૭ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે ૧૭,૧૫૫ સ્તરે બંધ થયો. આ ઘટાડાના કારણે રોકાણકારોના ૪ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૨૫૮.૯૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. શુક્રવારે તે ૨૬૨.૬૪ લાખ કરોડ રૂપિયા હતી. આજે ઘટાડામાં બેંકિંગ અને ઓટો સેક્ટર સૌથી આગળ છે.

આજે ગ્લોબલ સરફેસિઝનો ઈનિશિયલ પબ્લિક ઑફર સબ્સક્રિપ્શન માટે ઓપન થવા જઈ રહ્યો છે. કંપનીનો આઇપીઓને ૧૫ માર્ચ, ૨૦૨૩ સુધી સબ્સક્રાઇબ કરી શકાય છે. ગ્લોબલ સરફેસિઝના આઇપીઓની શેર દીઠ ઈશ્યુ પ્રાઇસ ૧૩૩-૧૪૦ રૂપિયા છે. આ આઇપીઓ માટે ૧૦૦ શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અપર પ્રાઇઝ બેન્ડથી જોવામાં આવે તો આ આઇપીઓ પર દાવ લગાવવા માટે રોકાણકારોને ઓછામાં ઓછા ૧૪,૦૦૦ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ખાનગી રોકાણકારો અને ઇટીએફ પર યસ બેંકના શેરોને ત્રણ વર્ષ સુધી વેચવા પર લાગેલો ભારતીય રિઝર્વ બેંકનો પ્રતિબંધ (લોક-ઈન સમયગાળો) આજે ખતમ થઈ રહ્યો છે. ૩ વર્ષ પહેલા સરકારે યસ બેંક લિમિટેડની પુન:રચનાની નોટિફિકેશન બહાર પાડી હતી. તેના મુજબ યસ બેંકના શેર હોલ્ડર્સ ૩ વર્ષ સુધી પોતાના શેર વેચી શક્તા નહતા. પુન:રચનામાં આ શરત રાખવામાં આવી હતી કે, જો તમે યસ બેંકના ૧૦૦થી વધારે શેર ખરીદ્યા છે, તો તેમાથી ૭૫% ભાગીદારીને ૩ વર્ષ માટે લોક ઈન કરી દેવામાં આવશે. એટલે કે ત્રણ વર્ષ સુધી તમે આ શેર વેચી નહીં શકો. જો કે, જો કોઈ રોકાણકાર પાસે ૧૦૦થી ઓછા શેર છે, તો તેઓ પોતાના તમામ શેર વેચી શક્તા હતા.યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટની નકારાત્મક અસર સ્થાનિક શેરબજાર પર દેખાઈ છે. યુએસમાં, સિલિકોન વેલી અને પછી સિગ્નેચર બેંક બંધ થવાને કારણે લીલા નિશાન પર ખુલ્યા પછી બજાર ખરાબ રીતે તૂટી ગયું છે. બીએસઈના ૩૦ શેરોવાળા સેન્સેક્સમાં ૮૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે.

બપોરે ૨.૩૦ વાગ્યે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી દિવસના નીચા સ્તરે ૧૭,૧૩૦.૪૫ ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં ૨૮૨.૪૫ પોઈન્ટ અથવા ૧.૬૨% નો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, બીએસઇના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧,૦૨૩.૨૮ પોઈન્ટ અથવા ૧.૭૩% ઘટીને ૫૮,૧૧૧.૮૫ ના સ્તર પર આવી ગયા છે. ઘટાડાનાં આ તબક્કામાં લગભગ ૭૬૧ શેરો વધ્યા , ૨૫૬૦ શેરમાં ઘટાડો થયો છે જ્યારે ૧૨૧ શેરો કોઈ ફેરફાર કર્યા વિના ટ્રેડ થઈ રહ્યોં હતો.

સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં જોવા મળ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો શેર ૨.૬૨ % ઘટીને રૂ. ૫૩૩ થયો હતો, જ્યારે એસબીઆઇનો શેર ૨.૩૭ ટકા ઘટીને રૂ. ૧,૦૬૯.૯૫ થયો હતો. અન્ય બેંકિંગ શેરોની વાત કરીએ તો એચડીએફસી બેંક ૧.૨૨% તૂટ્યો છે. બજારમાં ઘટાડા છતાં સોમવારે ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો અને ગ્રૂપના ચાર શેર ઉપલી સકટમાં અથડાયા હતા. બપોરે ૨.૩૦ વાગ્યે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી દિવસના નીચા સ્તરે ૧૭,૧૩૦.૪૫ ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. એક પછી એક ૨ બેંક બંધ થવાના કારણે અમેરિકામાં હલચલ મચી ગઈ છે. સિલિકોન વેલી બેંક પર તાળાં લાગ્યા પછી, સિગ્નેચર બેંક જેને અહીં ક્રિપ્ટો-ફ્રેન્ડલી કહેવામાં આવે છે તે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ બેંક પાસે ક્રિપ્ટોકરન્સીનો સ્ટોક હતો અને તેના જોખમને ધ્યાનમાં રાખીને આ પ્રાદેશિક બેંક ઓફ ન્યુયોર્કને થોડા સમય માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ સિગ્નેચર બેંકને હસ્તગત કરી, જેની પાસે ગયા વર્ષના અંતે ૧૧૦.૩૬ બિલિયનની સંપત્તિ હતી, જ્યારે બેંક પાસે ૮૮.૫૯ બિલિયન થાપણો હતી. ભારતી શેર બજારમાં શુક્રવારે એટલે કે ૧૦ માર્ચના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. ૬૭૧ પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ ૫૯,૧૩૫ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ ૧૭૬ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. એટલે કે, ૧૭,૪૧૨ના લેવલ પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારમાં પણ મંદી જોવા મળી હતી. ડાઉ જોન્સ ૧.૦૭ ટકા,એસએન્ડપી ૫૦૦માં ૧.૪૫% ગગડ્યો. ટેક હેવી નાસ્ડેક ૧.૪૬%ના ઘટાડા સાથે બંધ થયો.