અમેરિકા હાલમાં ભીષણ બરફના તોફાનની ઝપેટમાં છે, જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું

ન્યુયોર્ક,

અમેરિકાના અલગ-અલગ વિસ્તારો હાલમાં ભીષણ વાવાઝોડાની ઝપેટમાં છે, જેણે લોકોની સામે એક નવો પડકાર ઉભો કર્યો છે. દરમિયાન, ન્યૂયોર્કમાં સિઝનની સૌથી મોટી હિમવર્ષા થવાની ધારણા છે. નેશનલ વેધર સર્વિસ નું કહેવું છે કે ન્યૂયોર્કમાં ૨-૬ ઈંચ હિમવર્ષા થઈ શકે છે.

ન્યૂયોર્કમાં સોમવારે સાંજે શરૂ થયેલી હિમવર્ષા મંગળવારે સવાર સુધીમાં કરા અને ભારે વરસાદમાં ફેરવાઈ શકે છે. આ સિવાય કેલિફોનયા અને નેવાડામાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે. દક્ષિણના મેદાની વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં ત્રાટકેલા આ વાવાઝોડામાં ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે.આ વાવાઝોડામાં ઓક્લાહોમામાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ૧૨ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

ન્યૂયોર્કમાં વધતી હિમવર્ષાના જોખમને યાનમાં રાખીને, ત્યાંના લોકો માટે મંગળવારે સાંજે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં તેમને આવવા-જવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.