ઇરાક, ક્યારેક સામાજીક કારણોસર તો ક્યારેક સુરક્ષાના કારણે ટિકટોક પર દરરોજ સવાલો ઉભા થતા રહે છે. ઘણા દેશોએ ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકામાં પણ પ્રતિબંધની તૈયારીઓ ચાલી રહી છે, આ દરમિયાન ઈરાકમાંથી પણ એવો અવાજ ઉઠ્યો છે કે ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ભારતની સાથે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને યુરોપિયન યુનિયન પહેલાથી જ ટિકટોક પર પ્રતિબંધ લગાવી ચુક્યા છે. હવે આ યાદીમાં ઈરાક પણ સામેલ થવા જઈ રહ્યું છે. ઈરાકના કોમ્યુનિકેશન મિનિસ્ટરે સરકારને દેશમાં ચીની કંપનીની એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે. તેની પાછળનું કારણ તેમણે સમાજ પર ટિકટોકની નકારાત્મક અસર ગણાવી છે.
મંત્રી અલ-યાસિરી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં વ્યક્ત કરવામાં આવેલી ચિંતા બાદ આ મુદ્દાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. મંત્રીએ મીડિયાને કહ્યું, કે મેં ટિકટોકને બ્લોક કરવા માટે મંત્રી પરિષદને પત્ર સુપરત કર્યો છે અને મને આશા છે કે તેના પર ટૂંક સમયમાં વિચાર કરવામાં આવશે. પોતાની માંગને યોગ્ય ઠેરવતા તેમણે ઈરાકના સામાજિક તાણને નષ્ટ કરવામાં ટિકટોકની ભૂમિકાનો દાવો કર્યો છે. આ ઉપરાંત એપમાં શિક્ષણ મૂલ્યોનો અભાવ હોવાનું કહેવાય છે અને તે સંપૂર્ણપણે મનોરંજન કેન્દ્રિત છે.
ઈરાકમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે નહીં તે કહેવું ખૂબ જ વહેલું છે. પરંતુ આના પર પ્રતિબંધની માંગ અગાઉ પણ ઉઠી છે. ઈરાકમાં ધામક સંગઠનો ટિકટોક પર દેશની સંસ્કૃતિ અને ધર્મને નુક્સાન પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે ઈરાકના યુવાનોનો મોટો વર્ગ ટિકટોક સાથે જોડાયેલ છે, ઈરાકમાં લગભગ ૩૨ મિલિયન ટિકટોક યુઝર્સ છે. અલ-યાસિરીની આ માંગ પ્રખ્યાત ઇરાકી ટિકટોર્ક્સ હુસૈન અને તેની પત્ની શાહિદા પર તાજેતરમાં થયેલા હુમલા બાદ આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ કામ પરથી પરત ફરતી વખતે કપલને ગોળી વાગી હતી, જેમાં હુસૈન બચી ગયો હતો પરંતુ શાહિદાએ એક આંખ ગુમાવી દીધી હતી.
કેટલાક લોકોએ એપ પર પ્રતિબંધ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આથક અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. પ્રતિબંધનો વિરોધ કરનારાઓ માને છે કે કોઈપણ પ્રતિબંધ ઇરાકના એડવર્ટાઇઝિંગ માર્કેટને ખાસ કરીને નાના ઉદ્યોગોને નુક્સાન પહોંચાડે તેવી શક્યતા છે. કારણ કે ઘણા લોકો ટિકટોક દ્વારા તેમના નાના બિઝનેસનું માર્કેટિંગ કરી રહ્યા છે.