અમેરિકા અને કેનેડા બાદ દુબઇ વિઝા રિજેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે

દુબઇ, ભારતીયોના દુબઈ વિઝા રિજેકશનના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકા અને કેનેડા બાદ હવે દુબઈના વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સુરક્ષાના કારણોસર વિઝા રિજેકશન કરવામાં આવી રહ્યા છે. દુનિયાના અન્ય દેશોની જેમ દુબઇ સરકારે પણ ઇ-વિઝા રિજેકશન શરૂ કર્યું.

દુબઈમાં ટેક્સમાં રાહત અને દિરહામ ચૂકવાતા હોવાથી સારી કમાણી થતી હોય છે. ખાસ કરીને કુશળ કામદારો અને વેપારીઓ દુબઈના વિઝા લેતા હોય છે. દુબઈમાં આઇટી નિષ્ણાત,આઇઓએસ ડેવલપર, નેટવર્ક એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ,આઇટી ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, વેબ ડેવલપર, ટેકનિકલ લીડ, સોફ્ટવેર ટેસ્ટર, સિસ્ટમ એનાલિસ્ટ, સોફ્ટવેર ડેવલપર, જાવા અને કોણીય ડેવલપર, નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, પાયથોન ડેવલપર, બ્લોક ચેઈન ડેવલપર, બિઝનેસ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ સૌથી લોકપ્રિય વ્યવસાયમાં રસ ધરાવનારને વિઝા ઝડપી મળે છે. આ સિવાય બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા લોકોને પણ ઝડપી વિઝા મળે છે. ખાસ કરીને એકાઉન્ટન્ટ કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન સુપરવાઈઝર, મેનેજર સિવિલ કન્સ્ટ્રક્શન, કન્સલ્ટન્ટ્સ અને સિનિયર કન્સલ્ટન્ટ્સ  કન્સ્ટ્રક્શન ક્લેઈમ્સ ક્વોન્ટિટી, સાઈટ સુપરવાઈઝર, કોસ્ટ મેનેજર, કન્સ્ટ્રક્શન વર્કર્સ, કન્સ્ટ્રક્શન ફોરમેન, પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ એન્જિનિયર, પરચેઝ એક્ઝિક્યુટિવ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન મેન, ક્વોન્ટિટી, કન્સ્ટ્રક્શન મેનેજર્સ આકટેક્ચરલ ડિઝાઈનર, પ્લાનિંગ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શન લોયર સાથે સંકળાયેલા લોકોને દુબઈમાં સરળતાથી અને ઝડપી વિઝા મળે છે. પરંતુ હાલમાં અન્ય દેશોની જેમ દુબઈમાં પણ વિઝાને લઈને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. અને ઇ-વિઝે રિજેકશન શરૂ કરાયું છે.