અમેરિકા અને કેનેડામાં ભારે હિમવર્ષા અને ઠંડીનો કહેર, જનજીવન પ્રભાવિત થયું

વોશિગ્ટન,

અમેરિકા આ દિવસોમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. શિકાગો અને ડેનવર જેવા શહેરો સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસથી નીચે આવી ગયું છે. જેના કારણે ૨ હજારથી વધુ લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. તે જ સમયે, ૭ હજારથી વધુ લાઇટ્સનું શિડ્યુલ બગડ્યું.

અમેરિકામાં કોરોનાના કેસ વધવાની સાથે જ તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાના બેવડા પ્રકોપથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિકાગો, ડેનવર સહિત અમેરિકાના અનેક શહેરોમાં હાડકાં ભરી દે તેવી ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસથી અનેક ડિગ્રી નીચે ગગડી ગયું છે. હિમવર્ષા અને વરસાદને કારણે ઉભી થયેલી ખરાબ સ્થિતિને કારણે ૨ હજારથી વધુ લાઈટ્સ સ્થગિત કરવી પડી હતી.

અમેરિકામાં ભારે હિમવર્ષાના વાવાઝોડાએ દેશને ઘૂંટણિયે લાવી દીધો છે. ત્યાં લગભગ ૨૦ કરોડ લોકો ચક્રવાતની ઝપેટમાં આવી ગયા છે અને ૧૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.ઠંડી એટલી ભયંકર છે કે ઉકળતું પાણી થોડીક સેકન્ડોમાં બરફ બની રહ્યું છે.

અમેરિકાથી કેનેડાના ક્વિબેક સુધી આ ચક્રવાત ૩૨૦૦ કિલોમીટરના વિસ્તારમાં તબાહી મચાવી રહ્યું છે. જેના કારણે ૧૫ લાખ લોકોના ઘરોમાં વીજળી ડુલ થઈ ગઈ છે. અમેરિકાનું શહેર મોન્ટાનામાં તાપમાન માઈનસ ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે.

ક્રિસમસ અને નવા વર્ષ પહેલા અમેરિકાના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. અહીં હિમવર્ષા અને વરસાદ વચ્ચે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ૨ હજારથી વધુ લાઈટ્સ સ્થગિત કરવી પડી છે. એટલું જ નહીં, વરસાદ, હિમવર્ષા અને ઠંડીના તાપમાન વચ્ચે અમેરિકામાં લાઈટ ઉપરાંત રોડ અને રેલ ટ્રાફિક પણ ભારે ખોરવાઈ ગયો છે.

એરલાઇન્સે ગુરુવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨,૨૭૦ થી વધુ યુએસ લાઇટ્સ રદ કરી છે. આટલું જ નહીં, ટ્રેકિંગ સાઈટ લાઈટ અવેરના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ લગભગ ૧૦૦૦ લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગુરુવારે અનેક લાઈટ્સનું ટેકઓફ પણ મોડું થયું હતું. મળતી માહિતી મુજબ ૭,૪૦૦થી વધુ લાઈટ્સ મોડી પડી હતી.

અમેરિકાના ઘણા વિસ્તારો ભારે હિમવર્ષા અને ઠંડીની ઝપેટમાં છે. શિકાગો અને ડેનવર આમાં મોખરે છે. ગુરુવારે અહીંની એક ક્વાર્ટર એર ટ્રાફિક લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે સાંજે શિકાગોના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાપમાન માઇનસ ૧૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, ડલ્લાસ લવ, ડલ્લાસ-ફોર્ટ વર્થ, ડેનવર અને મિનેપોલિસ એરપોર્ટ પરની લાઈટ્સે સુરક્ષિત મુસાફરીની ખાતરી કરવા માટે ડી-આઈસિંગ લિક્વિડનો છંટકાવ કરવો જરૂરી છે.