જગત જમાદાર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૪ હવે ખૂબ જ અદભુત વળાંક પર આવી ગઈ છે. ગત રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેને રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી બહાર થવાની જાહેરાત કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, બાઈડેનની સામે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી સ્પર્ધા થઈ રહી હતી. જેમાં રાષ્ટ્રપતિ બાઈડેન ખરાબ રીતે પાછળ ધકેલાતા નજરે આવી રહ્યા હતા. જો બાઈડેને એક પત્ર જાહેર કરતા કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે સેવા કરવાનું મારા જીવનનું સૌથી મોટું સન્માન છે. મારું માનવું છે કે આ મારી પાર્ટી અને દેશના સર્વોત્તમ હિતમાં છે કે હું ઊભો થાઉ અને પોતાના વધેલા કાર્યકાળ માટે રાષ્ટ્રપતિના રૂપમાં પોતાના ર્ક્તવ્યોને પૂર્ણ કરવા પર યાન કેન્દ્રિત કરું. આ આ અઠવાડિયાની અંતમાં રાષ્ટ્રને પોતાના નિર્ણય અંગે વધુ વિગત સાથે વાત કરીશ.
જો બાઈડેને જણાવ્યું કેસ વર્ષ-૨૦૨૦માં પાર્ટીના ઉમેદવારના રૂપમાં મારો પ્રથમ નિર્ણય કમલા હેરિસને પોતાના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાનો હતો. અને આ મારો સૌથી સારો નિર્ણય રહ્યો છે. આજે હું કમલા હેરિસને આ વર્ષે અમારી પાર્ટીના ઉમેદવાર બનાવવા મારું પૂર્ણ સમર્થન આપું છું. હવે એક્સાથે ટ્રમ્પને હરાવવાનો સમય આવી ગયો છે.
જો બાઈડેનના રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની જાહેરાત બાદ ટ્રમ્પે બાઈડેનને અમેરિકાના ઈતિહાસના અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા. ટ્રમ્પે ટથ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, જો બાઈડેન રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાને લાયક જ નથી. તેઓ નક્કી સેવા કરવાને લાયક પણ નથી. અને તેઓ કદી હતા પણ નહી. તેઓની આસપાસના તમામ લોકો જેમાં તેઓના ડૉકટર અને મીડિયા પણ સામેલ છે. જાણતા હતા કે તેઓ રાષ્ટ્રપતિ બનવા લાયક નથી. અને તેઓ કદી હતા જ નહીં.