
મુંબઇ, મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જવા મળી છે એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર પાર્ટીમાં બળવ કરીને એનડીએની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે ત્યારે નાયબ મુખ્યમંત્રીના સોગંદ લીધા બાદ અજિત પવારે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે જેમાં તેમણે કહ્યું કે રાજયની સ્થિતિને જતા શિંદે સરકારમાં સામેલ થવાન નિર્ણય કર્ય છે.શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
અજિત પવારે કહ્યું કે શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અમે વિકાસને પ્રાથમિકતા આપી છે વિપક્ષ મોદી સામે ભડકયો છે નવ વર્ષમાં પીએમ મોદીએ દેશને આગળ લઇ જવાનું કામ કર્યું છે અજિત પવારે કહ્યું કે સરકારમાં વધુ મંત્રીઓ જોડાશે.
અજિત પવારે કહ્યું કે અમે આગામી ચુંટણી એનસીપીના પ્રતિક પર લડીશું અમે જ એનસીપી છીએ હવે એનસીપીમાં નવા લોકોને તક મળશે પાર્ટી અને ચુંટણી પ્રતિક મારૂ છે.તેમણે કહ્યું કે એનસીપીના તમામ લોકોનો આશિર્વદ મળ્યા છે અમે ખુબ સારી રીતે એનસીપીને આગળ વધારીશું અમે અલગ અલગ ક્ષેત્રોમાં પણ પાર્ટી કાર્યકરોને મળશે.
અજિત પવારે કહ્યું કે દેશ જયારથી આઝાદ થય ત્યારથી જોવા મળ્યું છે કે દેશ નેતૃત્વની સાથે આગળ વધે છે પહેલા નહેરૂજી હતાં પટેલ હતાં ત્યારબાદ લાલ બહાદુર શાસ્ત્રીનું નેતૃત્વ આવ્યું ત્યારબાદ ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ આવ્યું કટોકટી બાદ ઇન્દિરાજીના નેતૃત્વમાં જ સરકાર બની ત્યારબાદ રાજીવજીની સરકાર બની ૧૯૮૪ બાદ દેશમાં કોઇ એક એવા નેતા જેના નેતૃત્વમાં દેશ આગળ ગયો એવું થયું નહીં અલગ અલગ જુથમાં સરકાર બની તમે ગત નવ વર્ષમાં જોયુ હશે કે મોજીના નેતૃત્વમાં સરકાર વિકાસ માટે કાર્ય કરી રહી છે વિદેશમાં પણ તેમનું ખુબ સન્માન થયું બધુ યોગ્ય રીતે ચાલુ છે સામે વાળા વિરોધી ફકત પોત પોતાના રાજયને જોવે છે વિપક્ષનો કોઇ નેતા નેતૃત્વ કરી શકે તેવું મને લાગતુ નથી.