અમે અમારા બાળકો માટે ચોકલેટ પણ ખરીદી શકતા નથી : અમને આત્મહત્યા કરવાની મંજુરી મળે.

  • નાસિક જીલ્લાના કિસાનોએ કેન્દ્રની મોદી સરકારને આત્મહત્યા કરવાની મંજુરી આપવાની માંગ કરી.

નાસિક,

નાસિક જીલ્લાના કિસાનોએ કેન્દ્રની મોદી સરકારને આત્મહત્યા કરવાની મંજુરી આપવાની માંગ કરી છે કારણ કે રાજયમાં ડુંગળીની ઓછી કીમતોના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.કિસાનોએ ડુંગળીની ઓછી કીમતોના કારણે મુશ્કેલીઓનો સામો કરવાની ફરિયાદ કરી અને આરોપ લગાવ્યો કે તેમના માટે પોતાની ઉપજ વેચ્યા બાદ ડુંગળી ઉગાવવા માટે ઉપયોગની રકમની વસુલી કરવાનું પણ મુશ્કેલી થઇ ગઇ છે.નાસિકના એક કિસાને કહ્યું હતું કે મંદીમાં ડુંગળી ૩૦૦-૪૦૦ રૂપપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઇ રહ્યાં છે હું પહેલા જ ૩.૫ લાખ રૂપિયા ખર્ચ કરી દીધા છે હું હવે ૧ લાખ રૂપિયો પણ કમાણી કરી શકીશ નહીં.

કિસાને કહ્યું કે મને ખબર નથી કે આ મુદ્દાનો કેવી રીતે સામનો કરાય મોદી સરકારને કિસાનોના મુદ્દા પર ધ્યાન આપવું જોઇએ મોદી સરકારને અમારી સૌથી ઓછી ચિંતા છે.કિસાને કહ્યું કે અમને અમારા પોતાના પાકનું યોગ્ય મૂલ્ય મેળવવા માટે હકદાર છીએ.નહીં સરકારે અમને આત્મહત્યા કરવાની મંજુરી આપવી જોઇએ જયારે અમે અમારા બાળકો માટે ૧૦ રૂપિયાની ચોકલેટ ખરીદવાનું પણ વિચારી પણ શકતા નથી તો જીવતા રહી શું કરીશું.

જયારે એક મહિલા કિસાને પણ ડુંગળીના ઓછા ભાવ પર નિરાશા પણ વ્યકત કરી અને કહ્યું કે અમારી પાસે એક એકર ક્ષેત્રમાં ડુંગળી છે.મેં સોનું ગિરવે રાખી ડુંગળી વાવી મારો કુલ ખર્ચ ૫૦,૦૦૦ રૂપિયા હતો અને જયારે હું બજાર ગઇ તો મને ૨૦,૦૦૦-૨૫,૦૦૦ રૂપિયા પણ મળ્યા નહીં કેન્દ્ર સરકારે તેની બાબતમાં કંઇ કરવું જોઇએ મહિલાએ કહ્યું કે કેન્દ્રે કીંમત વધારવી જોઇએ અમે અમારા બાળકોની ફી પણ ભરી શકતા નથી અમે ડુંગળી માટે ખુબ મહેનત કરી છે પરંતુ કમનસીબે અમને યોગ્ય કીંમત મળી રહી નથી અમને જીવન સમાપ્ત કરવાની મંજુરી આપવી જોઇએ.

એક અન્ય પુરૂષ કિસાને કહ્યું કે અમે ત્રણ ચાર મહીના પહેલા ડુંગળીના વેચાણની તૈયારી શરૂ કરી હતી હવે જયારે અમે બજાર જઇએ છીએ તો અમને ફકત ૩૦૦-૪૦૦ રૂપિયા મળી રહ્યાં છે કિસાનોએ જમીન પર લગભગ ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા ખર્ચ કર્યો છે.અમે ફકત એક ટ્રેકટર ઉપર ૧૦,૦૦-૧૧,૦૦૦ રૂપિયા મળી રહ્યાં છે કોઇ લાભ થઇ રહ્યો નથી અમને ફકત નુકસાન ઉઠાવી રહ્યાં છીએ કિસાને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે સરકાર તાકિદે કાર્યવાહી કરે નહીંતર સરકારની વિરૂધ એક મોટું આંદોલન કરીશું.