
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ રથયાત્રા નિહાળવા માટે લોકો આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની પૂજા કરી
ગૃહ પ્રધાન અમિત શાહે આરતી કરી
જગન્નાથ મંદિરનો ઇતિહાસ
અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. જે સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી હતી. જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 145 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. કોરોનાના વર્ષને બાદ કરતા દરવર્ષે રથયાત્રાનું ઉત્સાહથી આયોજન કરાય છે.વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે. જગન્નાથ મંદિરની રથયાત્રા પુરી બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ગુજરાતમાં સૌથી મોટી અને મહત્વની રથયાત્રાનો રથયાત્રાને દરજ્જો છે. અમદાવાદનું જગન્નાથ મંદિર આજે સમૃદ્ધ મંદીરોમાં સ્થાન પામે છે. જગન્નાથ મંદિરની સેવામાં પોતાના અનેક ગજરાજો પણ છે.
થયાત્રાનો ઇતિહાસ

અષાઢ સુદ બીજ 2080એ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજવા જઈ રહી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળવાના છે. અષાઢી સુદ બીજના દિવસે જન્નાનાથની રથયાત્રાનું આયોજન થાય છે. વર્ષ 1876માં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત કરાઈ હતી. અત્રે જણાવીએ કે, જગન્નાથ મંદિરના મહંત નૃસિંહદાસજીએ રથયાત્રાની શરૂઆત કરી હતી. મહંત નૃસિંહદાસજીને ભગવાન જગન્નાથ સ્વપ્નમાં આવ્યા હતા અને ભગવાને મહંતને અમદાવાદમાં રથયાત્રા યોજવાના સંકેત કર્યા હતા. ત્યારે સતત 146 વર્ષથી રથયાત્રા યાત્રાનું આયોજન થાય છે અને આ વખતે 147મી રથયાત્રાનું આયોજન કરાયું છે. અમદાવાદમાં 22 કિમી વિસ્તારમાં રથયાત્રા ફરશે અને દરેક સમાજ અને જાતી-જ્ઞાતિના લાકો રથયાત્રામાં ઉત્સાહથી ભાગ લે છે. નૃસિંહદાસજીના આદેશ બાદ ભરૂચના ખલાસી ભાઇએ રથ તૈયાર કર્યો હતો. શરુઆતમાં નારિયેળીના ઝાડમાંથી ભગવાનનો રથ તૈયાર કરવામાં આવ્યો હતો અને વર્તમાનમાં સાગના લાકડાથી બનેલા રથ પર ભગવાન નગરચર્યા કરે છે. રથયાત્રામાં ગજરાજ, અખાડા, ભજન મંડળી આકર્ષણ બને છે. રથયાત્રામાં જુદા જુદા ટ્રેક દ્વારા સામાજિક સંદેશો આપવામાં આવે છે. રથયાત્રામાં સામાન્ય રીતે 18 ગજરાજ યાત્રાનેવિધિવત પ્રસ્થાન કરાવે છે. રથયાત્રામાં વર્ષોથી પૌરાણીક 16 અખાડાઓ ઉત્સાહથી જોડાય છે. રથયાત્રા રૂટમાં 100થી વધારે કરતબબાજો ભાગ લેતા હોય છે. રથયાત્રામાં 100 જેટલા જુદા જુદા ટ્રક પણ રથયાત્રામાં જોડાય છે
