- અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ
- ભારે વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પાણી
- UGVCLના વીજ કનેક્શનવાળા વિસ્તારોમાં વીજળી ગુલ
અમદાવાદમાં સાંજના 7 વાગ્યાથી વરસાદે અનરાધાર બેટિંગ શરૂ કરી છે. પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શહેરને ધમરોળી રહ્યો છે. રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1. 5 ઈંચ વરસાદ પડી ગયો હતો એકી સાથે વરસાદે માઝા મૂકતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સિઝનનો સૌથી વધુ આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના તમામ વિસ્તારમાં પાણી પાણી થયા છે.
ક્યાં ક્યાં મેઘ મહેર થઈ?
અમદાવાદમાં સેટેલાઈટ, પ્રહલાદનગર, પકવાન, થલતેજ, ગોતા, સોલા, વૈષ્ણોદેવી, પાલડી, બાપુનગર, ઠક્કરનગર, નરોડા, નરોલ સહિત લગભગ શહેરમાં સાર્વત્રિક વરસાદ થયો છે.કેટલીક જગ્યાએ વાહનો બંધ થવાની ઘટનાઓ તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે. છેલ્લા 3 4 દિવસમાં અમદાવાદમાં સારો વરસાદ પડતાં સિઝનનો 25 % વરસાદ શહેરમાં થઈ ગયો છે.
- શહેરમાં ચાલુ સિઝનનો 4.5 ઈંચ જેટલો વરસાદ થયો
- અમદાવાદ પશ્ચિમમાં 6.10 ઈંચ, અમદાવાદ પૂર્વમાં 3 ઈંચ વરસાદ
- અમદાવાદના દક્ષીણ ઝોનમાં સરેરાશ 3.50 ઈંચ વરસાદ
- ઉત્તર ઝોનમાં 5.50 ઈંચ વરસાદ, મધ્યઝોનમાં 4.10 ઈંચ વરસાદ
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 7 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 5.5 ઈંચ
- ટાગોર હોલ વિસ્તારમાં સૌથી વધુ 10 ઈંચ જેટલો વરસાદ
- ઉસ્માનપુરામાં 8 ઈંચ, રાણીમાં 5 ઈંચ, બોડકદેવમાં 8 ઈંચ
- સાયન્સ સીટીમાં 5 ઈંચ, ગોતામાં 6 ઈંચ વરસાદ નોંધાયો
- ચાંદલોડીયામાં 4 ઈંચ, સરખેજમાં 6 ઈંચ, જોધપુરમાં 7 ઈંચ
- બોપલમાં 6 ઈંચ, સરખેજમાં 6 ઈંચ, મકતમપુરામાં 7 ઈંચ
- ખમાસામાં 6 ઈંચ, વટવામાં 5 ઈંચ, મણીનગરમાં 4 ઈંચ