
રાજકોટ :
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પૂર્ણ થતા જ આરએસએસ વડા અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. અમદાવાદ ખાતે મણીનગરના હેડગેવાર ભવનમાં વિજય રૂપાણી અને મોહન ભાગવત એકબીજાને મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રીએ ભાગવત સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારોને સંબોઘ્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગઇ છે. તેથી હતાશ છે. આઠેય બેઠકો પર ભગવો લહેરાશે.
આ સાથે જ ભાગવત અને રૂપાણીની મુલાકાતને લઇ અનેક તર્ક વિતર્કો ચર્ચાઇ રહ્યા છે.