- અમદાવાદમાં ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ
- વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા
- સાબરમતી નદીમાંથી 33 હજાર 660 કયુસેક પાણી છોડાયુ
અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરબ્રિજ બંધ કરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ભારે વરસાદને લઇ : રવિવારે યોજાનાર સહાયક સબ ઈન્સપેક્ટર TDOની પરીક્ષા રદ.
અમદાવાદ શહેરના થલતેજ, વસ્ત્રાપુર, એસજી હાઈવે, ગોતા, એલિસબ્રિજ, જમાલપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. મધ્યગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક જામ પણ સર્જાયો છે. તેમજ ભારે વરસાદને લઇને 7 અંડરબ્રિજ બંધ કરાયા છે.
જૂનાગઢમાં જળબંબાકાર : 3 કલાકમાં 16 ઈંચ વરસાદ .
વાસણા બેરેજના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ સાબરમતી નદીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું છે. ભારે વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી. સાંજના સમય અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.