- અમદાવાદમાં યુનિવર્સિટી નજીક ઘટી મોટી દુર્ઘટના
- બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા 6ના મોત
- તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટવાના અહેવાલ જાણવા મળી રહ્યાં છે. આ દુર્ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 6 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.
દુર્ઘટના સવારના 9:30 વાગે ઘટી હતી
એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જેમાં 6 શ્રમિકોના મોત થયા છે. જોકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હાલ આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના 6 મૃતકોના નામ નીચે મુજબ છે….
- સંજયભાઈ બાબુભાઇ નાયક (ઉ.વ 20)
- જગદીશભાઈ રમેશભાઈ નાયક (ઉ.વ 21)
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક (ઉ.વ 20)
- મુકેશ ભરતભાઈ નાયક (ઉ.વ 25)
- રાજમલ સુરેશભાઇ ખરાડી (ઉ.વ 25)
- વી.એસ હોસ્પિટલ પકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)