
અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2025: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના ફ્લેગશિપ ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ (SVPIA) એરપોર્ટ ઉપર મુસાફરોનો સેલ્ફ-બેગેજ ડ્રોપ (SBD) સુવિધાને વ્યાપક આવકાર મળી રહ્યો છે. SBD સેવાના ઉપયોગમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવેમ્બર 2023 માં આ સુવિધા ખુલ્લી મૂકાયા બાદ તેનો વપરાશ સતત વધી રહ્યો છે. સીમલેસ ટેકનોલોજી સાથેની સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા મારફત દર 20 બેગે એકના ચેક ઇન થવાના કારણે પ્રવાસીઓના એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર ઉભા રહેવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોને પ્રોસેસ કરવા માટે SBD સુવિધા સુસજ્જ
સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 20 માંથી એક બેગ ડ્રોપ કરવામાં આવી
રોલઆઉટના માત્ર સાત મહિનામાં SBD મશીનોની સંખ્યા બે થી બમણી કરીને ચાર કરાઈ

આ અત્યાધુનિક SBD સુવિધા મુસાફરો માટે સમય બચાવતી ટેકનોલોજી ઇન્ટરફેસ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે કારણ કે તે પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોની ચેકઈન પ્રક્રિયા કરી શકે છે. SBD મશીનોની સંખ્યા તેની શરૂઆતથી 7 મહિનામાં બેથી બમણી થઈને ચાર થઈ ગઈ છે, જેમાં વધુ એરલાઇન્સ સેવામાં જોડાવાનું વિચારી રહી છે. ડોમેસ્ટિક ટર્મિનલ T-1 ના કાઉન્ટર નંબર 11 અને 12 અને 39 અને 40 પર ડિપાર્ચર ચેક-ઇન હોલમાં સ્થિત આ સુવિધા હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મુસાફરો માટે ઉપલબ્ધ છે. ઓછો રાહ જોવાનો સમય અને સરળ અનુભવ આપીને આ એક પસંદગીની ચેક-ઇન પ્રક્રિયા બની ગઈ છે.
ચાલુ નાણાકીય વર્ષના 31 જાન્યુઆરી 2025 સુધીમાં સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા 1.7 લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવી છે. આ સેવા અડચણ કે અવરોધ વિના ચેક-ઇનની પ્રક્રિયા ઝડપથી આટોપતી હોવાથી વિમાની પ્રવાસીઓમાં ટુંકા ગાળામાં લોકપ્રિય સાબિત થઈ છે.
સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો:
1.સેલ્ફ ચેક-ઇન: તમારા બોર્ડિંગ પાસ અને
સામાન ઉપરની ટેગ બનાવવા માટે કિઓસ્કની મુલાકાત લો. તેમાં સ્ક્રીન ઉપર જણાવેલ સેલ્ફ-ચેક-ઇન માટેની સૂચનાઓ અનુસરો
2.સ્કેન બોર્ડિંગ પાસ: ત્યારબાદ સેલ્ફ બેગેજ ડ્રોપ કાઉન્ટર પર જઇ નિયત સ્કેનરનો ઉપયોગ કરીને તમારા બોર્ડિંગ પાસને સ્કેન કરો.
3.બેગેજ ટેગ જોડો: તમારા સામાનમાં ટેગને
સુરક્ષિત રીતે જોડી, ખાતરી કરો કે તે દેખાય છે અને તેમાં જરૂરી બધી માહિતી સામેલ છે. મોટા કદની અથવા નાજુક બેગ માટે મશીનની નજીક પૂરા પાડવામાં આવેલા સામાન ટબનો ઉપયોગ કરો. વજન માટે આ ટબ્સ અગાઉથી કેલિબ્રેટેડ કરવામાં આવેલ હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી.
4.સિક્યોરીટી ડેક્લેરેશન: તમારા સામાનમાં કોઈ પ્રતિબંધિત અથવા ખતરનાક વસ્તુઓ સામેલ નથી તે જાહેર કરો
5.લોડ બેગેજ: સાચી જગ્યાએ મૂકવાની ખાતરી કરવા માટે આપવામાં આવેલ સૂચનાઓને અનુસરીને તમારા સામાનને નિયત પટ્ટા પર ગોઠવો
6.રસીદ: એસબીડી મશીન દ્વારા બનાવવામાં આવેલી રસીદ મેળવી લો.
સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે તમામ મુસાફરોને વિવિધ અદ્યતન સુવિધાઓનો સાક્ષાત્કાર કરાવી તેમાં સતત વધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.