અમદાવાદ,
અમદાવાદની હોસ્પિટલમાં માતા અને પુત્રીની હત્યા કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પિતાએ મૃતક પુત્રી અને પત્નીની હત્યાને લઇ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં દવાખાનાનો કંપાઉન્ડર મનસુખ જ આરોપી છે. પોલીસને આ ઘટનામાં શરૂઆતથી જ કંપાઉન્ડર મનસુખ સામે શંકા હતી. મહત્વનું છે કે મણિનગર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ડબલ મર્ડરની ઘટના ગત રોજ સામે આવી હતી. અપત શાહ નામના ડોક્ટરની કર્ણ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો અને હજુ તો પોલીસ યુવતીના મોતનું કારણ જાણી શકે તે પહેલાં જ યુવતીની માતાનો મૃતદેહ પણ એ જ હોસ્પિટલમાંથી જ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મૃતક યુવતીનું નામ ભારતી વાળા તેમજ માતાનું નામ ચંપા વાળા હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે શંકાના આધારે હોસ્પિટલના કમ્પાઉન્ડર મનસુખની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હતી.. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને માતા-પુત્રીની ઇન્જેક્શન મારી હત્યા કરાઇ હોવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.
મણીનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની હત્યાના કેસમાં કંપાઉન્ડર જ આરોપી નીકળ્યો છે. મનસુખે કેટામાઇનનું ઇન્જેક્શન આપ્યું હતું ત્યાર બાદ ભારતીનું મોત થઈ ગયું હતું . ભારતી બાદ મનસુખે ભારતીની માતા ચંપાબહેનને પણ કેટામાઇનનું ઇન્જેક્શન આપતા તેમનું પણ મોત થયું હતું. પોલીસની પૂછપરછમાં વિગતો સામે આવી હતી કે મઆરોપી મનસુખ દવાખાનાના સીસીટીવી બંધ કરીને ડોક્ટરની જાણ બહાર દર્દીઓની સારવાર કરતો હતો.
સમગ્ર બનાવમાં કમ્પાઉન્ડર મનસુખ શંકાના દાયરામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મનસુખે જ માતા અને પુત્રીને હોસ્પિટલ બોલાવ્યા હતા. સૂત્રના જણાવ્યા મુજબ કમ્પાઉન્ડર મનસુખને પૈસાની જરૂરીયાત હતી આથી મનસુખે જ માતા અને પુત્રીની હત્યા કરી તેમના દાગીના ચોરી લીધા હોવાનું મનાઇ રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે ઘટના બની એ સમયગાળાના એક કલાક સુધી હોસ્પિટલના સીસીટીવી બંધ હાલતમાં હતા. આથી જ કમ્પાઉન્ડર મનસુખ તરફ શંકા વધુ દ્રઢ બની રહી છે. ભારતી ઘરેલુ ઝઘડાઓને કારણે છેલ્લા ૬-૭ મહિનાથી પતિ લક્ષ્મણથી અલગ રહેતી હતી. કંપાઉન્ડર મનસુખ લક્ષ્મણના સગામાં થાય છે. આથી તેના સંપર્કથી ભારતીની સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી હતી. હાલ પોલીસ દરેક એંગલથી હત્યાનું કારણ જાણવાના પ્રયાસો કરી રહી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ડબલ મર્ડરની ઘટના ગત રોજ સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી હતી. મણિનગરના ભુલાભાઇ પાર્ક પાસે અપત શાહ નામના ડોક્ટરની કર્ણ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો. હજુ તો પોલીસ યુવતીના મોતનું કારણ જાણી શકે તે પહેલાં જ યુવતીની માતાનો મૃતદેહ પણ એ જ હોસ્પિટલમાંથી જ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી. આ ઘટના અંગે જાણ થતા જ એસીપી,ડીસીપી સેક્ટર-૨ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.