સુરત, સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મિમેર હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન સ્મીમેર હોસ્પિટલ, મેટરનિટીહોમ કે પછી અર્બન હેલ્થ સેન્ટરમાં જન્મેલા બાળકોની વિગતમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ, મેટરનિટી હોમ અને અન્ય હેલ્થ સેન્ટરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ૧૮૬૫૯ બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કુલ ૨૯૨૬ બાળકો કુપોષિત અવસ્થામાં જન્મ્યા છે. આ ઉપરાંત છેલ્લા ૭ દિવસમાં ૨૬૩ બાળકોના મોત થયા છે અને ૧૩૦ બાળકો મૃત અવસ્થામાં જન્મ્યા છે. આ ઉપરાંત પ્રસુતિ દરમિયાન ૨૬ માતાઓના પણ મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ગરીબ પરિવારોને આરોગ્ય લક્ષી સેવા માટે સુરતમાં સ્મીમેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલની સાથે મેટરનિટી હોમમાં પણ ઘણી ગર્ભવતી મહિલાઓની ડીલીવરી કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં તેમજ અલગ અલગ વિસ્તારમાં કાર્યરત મેટરનીટી હોમમાં ૧૮,૬૫૯ બાળકોનો જન્મ થયો છે અને આ બાળકોમાંથી ૨૯૨૬ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે.
એક તરફ મોંઘવારીનો માર લોકોને પરેશાન કરી રહ્યો છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં સારવાર ખૂબ જ મોંઘી થઈ રહી છે અને એટલા માટે જ સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકોને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અથવા તો અર્બન હેલ્થ સેન્ટરમાં ઈલાજ કરાવવાની ફરજ પડી રહી છે. ત્યારે સુરતની સ્મીમેર હોસ્પિટલ અને અન્ય મેટરનીટી હોમ તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર ગર્ભવતી મહિલાઓની સાવ સામાન્ય ખર્ચમાં સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી રહી છે પરંતુ ૨ વર્ષમાં ૧૮,૬૫૯ બાળકોની સામે ૨૯૨૬ જેટલા કુપોષિત બાળકો હોવાના આંકડા સામે આવ્યા છે.
મહત્વની વાત છે કે, તંત્ર દ્વારા કુપોષિત બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને માતા અને બાળકની તકેદારી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે છેલ્લા સાત દિવસમાં ૨૬૩ બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે તો ૧૩૦ બાળકો મૂળ અવસ્થામાં જનમ્યા છે અને પ્રસુતિ દરમિયાન ૨૬ માતાઓના મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી છે.