જાંબુઘોડા, જાંબુઘોડા નિઝરણ ફળિયામાં રહેતા ફરિયાદીને અજાણ્યા ઈસમે પોતે એક્સિસ બેંકમાંથી બોલતો હોવાની ઓળખ આપી વિશ્વાસ માં લઈ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવા માટે ખોટી રીતે ઓટીપી નંબર મેળવી ફરિયાદીના ખાતામાંથી 48,960/-રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
વિસ્તૃત માહિતી પ્રમાણે જાંબુઘોડા નિઝરણ ફળિયામાં રહેતા ફરિયાદી કુસુમબેન જશવંતભાઈ બારીયાને મો.નં 7377161678 ઉપરથી અજાણ્યા ઈસમે ફોન કર્યો હતો અને પોતે એક્સિસ બેંકમાંથી બોલતો હોવાની ઓળખ આપીને ફરિયાદીને વિશ્ર્વાસમાં લીધી હતી. એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાની છે તેમ કહી ખોટી રીતે ઓટીપી નંબર મેળવ્યો હતો અને બેંક ખાતામાંથી રૂ.48,960/-બારોબાર ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસ ધાત કર્યાની ફરિયાદ જાંબુઘોડા પોલીસ મથકે નોંધાવવા પામી છે.