કાલોલની અંબિકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બલરામ સુખદેવભાઈ ટેલર ઉ. વ.26 કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા મરણ પામેલ કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની લાશ રેફરલ હોસ્પિટલમાં પી. એમ. માટે મોકલી આપી હતી. મૃતક યુવકના પીતા સુખદેવભાઈ પ્રભુલાલ ટેલર દ્વારા કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે બીએનસ કલમ 194 મુજબ એડી નોંધ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.