અંબાણી પરિવારના આંગણે ત્રીજા દિવસે પણ ફિલ્મી સિતારાઓ અને મુખ્યમંત્રીઓ આવી પહોંચ્યા

જામનગર જામનગરમાં અંબાણી પરિવારના આંગણે પુત્ર અનંત અને રાધિકાના લગ્ન પેહલાની ઉજવણીનો ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે હોલીવુડ પોપસીંગર રિહાના તેમજ અન્ય કલાકારોએ પરફોર્મન્સ આપ્યા બાદ ઉજવણીના બીજા દિવસે એટલે કે, તા.૨ માર્ચના દિવસમાં વોક ઓન ધ વાઈલ્ડ સાઈડ થીમ ઉપર મહેમાનોને વનતારાના પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી.

આ જશ્ર્નના ત્રીજા દિવસે મહાનાયકો અમિતાભ બચ્ચન, અભિષેક, ઐશ્ર્વર્યા અને પરિવાર તેમજ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનું આગમન થતાં અંબાણી પરિવારના લગ્નોત્સવની શોભામાં અભિવૃધિ થઈ હતી. મહેમાનોએ જંગલની થીમ ઉપરના કપડા પહેરવાના હતા. આ ડ્રેસ કોડમાં સચિન તેન્ડુલકર, દિપિકા-રણબીરસીંઘ, માર્ક ઝુકરબર્ગ, નિતાબેન, આકાશ અને શ્લોકા અંબાણી, રાધિકા મર્ચન્ટ સહિતના મહેમાનો ડ્રેસકોડમાં જોવા મળ્યા હતા.

જ્યારે બીલગેટસ ગ્રીન ટીશર્ટ ઉપર કોટ પહેરેલા હતા. બીજા દિવસમાં મહેમાનોએ હાથીની સારવાર કરતી હોસ્પિટલ, પ્રાણીઓની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, લેબોરેટરી તેમજ રેસ્ક્યુ કરાયેલા પ્રાણીઓ જોયા બાદ રાત્રે ફરી જશ્ર્નનો માહોલ શરુ થયો હતો. જેમાં આમિર, શાહરૂખ, સલમાનખાનના, રણબીર અને દિપિકાના ડાન્સ પર્ફોર્મન્સે ઉપસ્થિત વીઆઈપી ઓડિયન્સને ડોલાવ્યું હતું.

બીજા દિવસે રાત્રે જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્ર્વા શર્મા તેમજ એક્ટર જીતેન્દ્ર અને તેના પત્ની, ટાઇગર શ્રોફ, શ્રેયા ઘોષાલ, સાઉથ સુપરસ્ટાર રજનીકાંત અને સંજય દત પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને આસામના મુખ્યમંત્રીને એરપોર્ટ પર પ્રોટોકોલ મુજબ વહિવટી તંત્રના અધિકારીઓએ આવકાર્યા હતા.