ગોધરા ના બગીડોળ (અંબાલી) ગામે સસ્તા અનાજ ની દુકાને આકસ્મિક તપાસ કરતા ગેરરીતિ ઝડપી પાડતા : જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા

  • પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી ની વધુ એક કાર્યવાહી
  • તપાસ કરતા ચોખા 3 કટ્ટા, ઘઉં 3 કટ્ટા, તુવેરદાળ 1 કટ્ટા, ચણા 1 કટ્ટા આમ કુલ 8 કટ્ટા ની વધ મળેલ
  • 413761 મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદા અનુસારની કાયૅવાહી હાથ ધરવામા આવી.

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા આજ રોજ ગોધરા તાલુકાના બગીડોળ (અંબાલી) ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન જેઓના પરવાનેદારશ્રી કામનીબેન તેજસકુમાર શાહ છે જેઓને ત્યાં તપાસ કરતા ચોખા 3 કટ્ટા, ઘઉં 3 કટ્ટા, તુવેરદાળ 1 કટ્ટા, ચણા 1 કટ્ટા આમ કુલ 8 કટ્ટાની વધ મળેલ હતી. જે દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વધ પડેલ જથ્થો ઓછો આપી સંગ્રહ કરી ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચવાનો બદઈરાદો ઘરાવે છે.

દુકાનદારશ્રી દ્વારા રેશનકાર્ડ ધારકોની કુપન ન આપી રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થાથી વંચિત રાખી જથ્થાનો સંગ્રહ કરેલ છે. તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા ને વિપરીત અસર પહોંચાડેલ છે. તેમજ કોઈપણ પ્રકારનું રેકોર્ડ કે બોર્ડ કે જાહેર વિતરણ વ્યવસ્થાન નમુના નિભાવવામાં આવેલ નથી. વધુમાં ખાનગી બાતમીના આધારે દુકાનદાર ની ઈકો ગાડી નંબર GJ 17 AH 0040 ગાડીમાં બપોરના સમયે 2 બે કટ્ટા મહેલોલ ગામ ના બજારમાં વેચાણ માટે ગયેલ હોય ગાડીની તપાસણી કરતા તેમાં સરકારી અનાજના ઘઉં અને ચોખાના દાણા મળી આવેલ છે.

જેથી સદર ઈકો ગાડી.ન GJ 17 AH 0440 કબજે લઈ તેમજ વધ પડે જથ્થાના ૮ (આઠ) કટ્ટા જેની કિમત રૂ. 13761 તથા ઈકો ગાડીની આશરે કિંમત રૂ. 400000 આમ કુલ મળી 413761 અંકેનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરી આગળની કાયદાનુસારની કાયૅવાહી હાથ ધરવામા આવતા સરકારી અનાજ મા ગેરરિતી કરતા પરવાને દારો મા ભય સાથે નો સન્નાટો પ્રસરી ગયો છે.