અંબાલાલે નવરાત્રીમા વરસાદની આગાહી કરતા ગરબા ચાહકોમાં દુખના વાદળો ધેરાયા

થોડા દિવસથી મેધરાજાએ વિરામ લીધો છે. હાલ વરસાદ ન પડવાના કારણે ગરબા ઉત્સુકો ગેલમાં આવી ગયા છે. ત્યારે અંબાલાલે નવરાત્રીમા વરસાદની આગાહી કરતા ગરબા ચાહકોમાં દુખના વાદળો ધેરાયા હતા.

નવરાત્રિને લઇ ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રીના દિવસોને લઇ આગાહી કરી હતી. જેમાં 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે વરસાદની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યુ હતું.10 થી 13 ઓક્ટોબર : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 10 થી 13 ઓક્ટોબર હળવો વરસાદ રહેવાની શક્યતા છે. શરદ પૂનમ પેહલા કેટલા ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ પણ રહેલી છે. જેમાં દાહોદ, પંચમહાલ, લુનાવાડામાં વરસાદ પડવાની સંભાવના છે.

મિત્રની બર્થડે પાર્ટીમાં ગયેલા અમદાવાદના 7 મિત્રોને હિંમતનગર હાઈવે પર ગોઝારો​ અકસ્માતન નડ્યો

બીજી તરફ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી હતી. જેમાં કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં એક થી 4 ઇંચ વરસાદ ખાબકવાની સ્થિતી સર્જાશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યુ હતું.ત્યારે આ આગાહીના કારણે ગરબા રસિકોમાં નિરાશા પણ જોવા મળી હતી. વર્ષમાં એક વાર આવતા અને યુવાનોના મનગમતા તહેવાર એવા નવરાત્રિમાં વરસાદ ન પડે તેવી લોકો મા અંબાને પ્રાર્થના પણ કરી રહ્યા છે.