ધોધંબા,ઘોઘંબા તાલુકો ગાંજાના વાવેતર તથા વેચાણ માટેનું વડુમથક બની ગયો છે. તાલુકામાં ગાંજાનું વાવેતર અને ઘોઘંબા નગરમાં ગાંજાનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. સ્થાનિક યુવાનો ને ગાંજાના બંધાણી બનાવી પરપ્રાંતિયો વેપારની આડમાં યુવાનો માટે મોત વેચી રહ્યા છે પંચમહાલ જીલ્લા SOG પોલીસને બાતમી મળી હતી કે, ઘોઘંબા તાલુકાના આંબાખુટ (કાનપુર) ગામે ડેરી ફળીયામાં રહેતા રસિકસિંહ માધુસિંહ સોલંકીએ તેના ખેતરમાં ગાંજો ઉગાડેલો છે. બાતમીના આધારે SOG પોલીસે આરોપીને સાથે લઈ તપાસ કરતા બાજરીના ખેતરમાં વાવેતર કરેલા લીલા ગાંજાના 8 છોડ મળી આવ્યા હતા. જેની કિમત રૂા.4,00,400/- આકવામાં આવી છે. SOG પોલીસે મુદ્દામાલને તપાસ અર્થે કબજે લઇ આરોપી રસિકસિંહ માધુસિંહ સોંલકીની અટકાયત કરી રાજગઢ પોલીસ સ્ટેશને NDPS એકટ મુજબની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.