અંબાજીમાં 15 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ:ઓળખીતો શખસ ઝાડીઓમાં લઈ ગયો ને વારાફરતી 6 નરાધમે દુષ્કર્મ ગુજાર્યું

છોકરીને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો, ટીએમસી નેતાની ધરપકડ
છોકરીને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો, ટીએમસી નેતાની ધરપકડ

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. ચોરી, લૂંટ, હત્યાના બનાવોની સાથે સાથે દુષ્કર્મની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર, 15 વર્ષીય સગીરા પોતાના મોટા પપ્પાના ઘરે જવા નીકળી હતી. એ દરમિયાન ઓળખીતી વ્યક્તિએ તેને બાઈક પર બેસાડી લીધી હતી. ત્યાર બાદ તેને અવાવરૂ જગ્યાએ લઈ જઈ 6 નરાધમે સાથે મળીને સામૂહિક બળાત્કારને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ઓળખીતી વ્યક્તિ પીડિતાને બાઈક પર બેસાડી લઈ ગયો હતો. ત્યાં 6 નરાધમે રોડની બાજુમાં જ અવાવરૂ જગ્યાએ તકનો લાભ લીધો અને સગીરાને પીંખી નાખી હતી. એના લીધે તે બેભાન થઇ ગઇ હતી. પોલીસને આ ઘટનાની જાણકારી મળતાં જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. માહિતી અનુસાર નરાધમો સગીરાને અર્ધબેભાન અવસ્થામાં મૂકીને ફરાર થઇ ગયા હતા. આ મામલે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણી ગામની વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા બૂમો ના પાડે એ માટે તેના મોઢામાં ડૂચો લગાવી દીધો હતો. પવિત્ર યાત્રાધામમાં દુષ્કર્મની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી.