અંબાજી રોપવે ૫ દિવસ બંધ રહેશે

અંબાજી,

હાલ પોષી પૂનમ હોઈ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે પોષી પૂનમ બાદ ગબ્બર પર્વત પરના રોપનું મેઈનટેન્સ કામ હાથ ધરાયું છે. જેને પગલે અંબાજી ગબ્બર રોપ વે ૫ દિવસ બંધ રહેશે. આવતી કાલથી ૧૩ તારીખ સુધી રોપ વે બંધ રહેશે. મેઈન્ટેનન્સના કારણે ૫ દિવસ રોપ વે બંધ રાખવામાં આવનાર છે. જોકે, રોપ વે બંધ રહેશે પણ ગબ્બરના દર્શન ખુલ્લા રહેશે, જેથી જે ભક્તોને ઉપર દર્શન જવુ હોય તેઓને પગપાળા જવુ પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી ગબ્બર રોપ વે આવતીકાલ ૯ જાન્યુઆરીથી બંધ રહેશે. ગબ્બર રોપ વે ૯ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરીના પાંચ દિવસ માટે બંધ રહશે. યાત્રિકો માટે ગબ્બર રોપવે બંધ રહેશે તેવુ મંદિર દ્વારા જણાવાયું છે. સાથે જ જણાવાયુ કે, રોપવેના મેન્ટનન્સને પગલે ગબ્બર રોપવે ૫ દિવસ બંધ રાખવામાં આવનાર છે.

તારીખ ૯ જાન્યુઆરીથી ૧૩ જાન્યુઆરી સુધી પાંચ દિવસ રોપ વે બંધ રહેશે. જેના બાદ ૧૪ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસથી રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થશે. અંબાજી ગબ્બર રોપવે બંધ હોવા છતાં પગપાળા દર્શન ચાલુ રહેશે, જેથી જે ભક્તોને દર્શન કરવા હોય તેઓ પગપાળા ઉપર જઈ શકે છે. ગબ્બર ચાલતા જવાના ૯૯૯ પગથીયા છે અને ઉતરવાના ૭૬૫ પગથિયા છે. ગબ્બર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. રોપવે ભલે બંધ રહેશે, પણ ગબ્બરના તમામ દર્શન ખુલ્લા રહેશે. વર્ષમાં વાર્ષિક અને અર્ધ વાર્ષિક સમય પ્રમાણે યાત્રિકોની સલામતી માટે રોપ વેની મરામત થતી હોય છે.