પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના વહીટદાર, સ્ટાફ, સેવા પુજા કરતા પુજારી તેમજ સુરક્ષા કર્મીઓ સહિત યાત્રાળુઓ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. મંદિરના વિશાળ ચાચર ચોકમાં સૌએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા.
સ્વચ્છ શહેર અને સ્વસ્થ નગરના સૂત્ર સાથે અંબાજીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ડ્રોન વીડિયો સામે આવ્યા હતા. વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટમાં કરવામાં આવી હતી. જ્યા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.