અંબાજીના ભાદરવી મેળાને લઈ તૈયારીઓ શરુ,પદયાત્રીઓ ગુજરાત ભરમાંથી દૂર દૂરથી સંઘ લઈને પૂનમના મેળામાં પહોંચતા હોય છે

  • આગામી ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે.

અંબાજી,ભાદરવી પૂર્ણિમાને લઈ અંબાજીમાં શરુ કરાઈ છે. અધિક માસની પૂર્ણિમાથી આ તૈયારીઓની શરુઆત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ક્લેકટરની અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં અંબાજીના ભાદરવી પૂર્ણિમાના મેળામાં લાખો લોકો ઉમટતા હોય છે. આ મેળાને લઈ તૈયારીઓની શરુઆત મહિનાઓ પહેલા જ કરી દેવામાં આવે છે. જિલ્લા ક્લેકટરની આગેવાનીમાં મેળાને લઈ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. આગામી ભાદરવી પૂનમનો મેળો આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનાર છે.

અંબાજીના ભાદરવી પૂનમના મેળાનુ ખૂબ જ મહત્વ છે. ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે અંબાજી પગપાળા પહોંચતા હોય છે. અંબાજી પદયાત્રીઓ ગુજરાત ભરમાંથી દૂર દૂરથી સંઘ લઈને પૂનમના મેળા દરમિયાન પહોંચતા હોય છે. આમ મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને લઈ તંત્ર દ્વારા સુવિધાઓને લઈ તૈયારીઓ કરતા હોય છે.

ક્લેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજી તૈયારીઓ શરુ કરાઈ:

  • આગામી 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે. આ માટે લાખો પદયાત્રીઓ અંબાજી દર્શન માટે પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં સંઘ આવશે.
  • બનાસકાંઠા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. તંત્ર માટે મોટા પડકાર સમાન ભાદરવી પૂનમની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.
  • જિલ્લા ક્લેકટરની ઉપસ્થિતીમાં ભાદરવી મેળાની તૈયારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં દર્શનની સુવિધા, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા સહિતના આયોજનની તૈયાર કરવામાં આવ્યા હતા.
  • મેળાને લઈ 28 જેટલી અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. જે સમિતિઓ દ્વારા મેળાને લઈ આયોજન કરવામાં આવશે. જે સમિતિઓ અલગ અલગ જવાબદારીઓ સંભાળશે, જેમાં સ્વચ્છતા, મંદિર દર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગારીઓ સંભાળશે.
  • પદયાત્રીઓને લઈ તંત્ર દ્વારા તમામ સુવિધાઓ મળી રહે એ માટે થઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ માટેના આયોજન પણ કરવામાં આવ્યા છે.
  • અંબાજીને જોડતા માર્ગોની મરામત કરવાને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી. માર્ગને યોગ્ય રીતે મરામત કરીને પદયાત્રીઓને અગવડતા ના પડે એનુ ધ્યાન કાળજી પૂર્વક રખાશે.
  • પાણી પુરવઠા સમિતિ દ્વારા પદયાત્રીઓ અને દર્શને આવતા યાત્રાળુઓ પિવાનુ પાણી શુદ્ધ અને સરળતાથી મળી રહે એવી યોગ્ય વ્યવસ્થા કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
  • રખડતા ઢોર પર નિયંત્રણ રાખવા માટે થઈને યોગ્ય આયોજન ઘડવામાં આવ્યુ છે, જેથી રખડતા ઢોર પદયાત્રીકો અને સંઘને પરેશાન ના કરે.
  • વિખૂટા પડતા બાળકોને લઈને પણ હેલ્પ સેન્ટરનુ આયોજન કરવામાં આવ્યુ છે.
  • એસટી બસનુ વિશેષ આયોજન ઘડવામાં આવ્યુ છે. જેમાં વધારાની ટ્રીપોનુ આયોજન અને જિલ્લા-ઝોન વાર બસ સ્ટેશન હંગામી ઉભા કરીને જ્યાંથી બસોની ટ્રીપનુ સંચાલન કરાશે.
  • મંદિરમાં દર્શન કરવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વર્ષે મંદિર વધારે સમય ખુલ્લુ રહેશે અને ભક્તોને દર્શનની વધુ સરળતા ઉભી કરાવમાં આવી છે.
  • લાખોની સમયમાં લોકો એકઠા થતા હોવાને લઈ એનડીઆરએફની ટીમ પણ અંબાજીમાં હાજર રહેશે. જે તુરત મદદ આકસ્મિક મદદ માટે ઉપ્લબ્ધ રહશે.
  • ચૂસ્ત પોલીસ બંદોબસ્ત માટે રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ બોલાવવામાં આવશે. જેમાં મોટા પ્રમાણમાં અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહીને સલામતી અને સુરક્ષા ભક્તોને પુરી પાડશે.