અંબાજી દ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ ૨ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવા નિર્ણય


અંબાજી,
આજે અંબાજી જતા માઈભક્તો માટે એક ખુશખબર સામે આવી રહૃાા છે. અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરી દેવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ ૪ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આ નિર્ણયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિર ૪ સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ ૨ સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ ચાલું થઈ જશે. ભાઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા માટે ભાદરવા માસના પ્રારંભથી પદયાત્રીઓનું શક્તિપીઠ અંબાજી ખાતે આગમન શરૂ થઇ જતું હોય છે.


પરંતુ કોરોના મહામારીનું ગ્રહણ ચાલું વર્ષે દરેક તહેવારોમાં લાગી રહૃાું છે. કોરોનામાં પ્રવર્તમાન સંજોગોને પગલે આ વખતે ૨૪ ઓગસ્ટ સોમવારથી ૨ સપ્ટેમ્બર એમ કુલ ૧૦ દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે. માઈભક્તોની લાગણી દુભાઇ નહી તેના માટે મંદિૃર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દૃર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે ૨૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે.


‘અનલોક-૩ની ગાઇડલાઇન પ્રમાણે ૨૪ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાશે નહીં. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગત રવિવારે શક્તિપીઠ અંબાજીના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. રવિવારે રાત્રે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા છે.