અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્ત સાથે ઠગાઈ, વેપારીએ ચાંદી ખોટોનો સિક્કો પધરાવ્યો

નવીદિલ્હી, શક્તિપીઠ અંબાજી ધામમાં દેશભરમાંથી માતાના ભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે દરેક ભક્તની ભાવના હોય છે કે તેઓ માતાને ચૂંદડી, પૂજાપો કે ચાંદીના આભૂષણ અર્પણ કરે. પરંતુ કેટલાક લેભાગુ તત્વોએ ભક્તોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તેને છેતરવાનું કામ કરતા હોય છે. આવો એક કિસ્સો ફરીવાર સામે આવ્યો છે.

ચેન્નઈથી દર્શન માટે અંબાજી આવેલા ભક્તને કડવો અનુભવ થયો છે. અંબાજી આવેલા ભક્તે દુકાનદાર પાસેથી પૂજાનો સામાન, ચાંદીનો સિક્કાની ખરીદી કરી હતી. વેપારીએ ભક્ત પાસેથી મોટુ મસ બિલ લઈને નકલી ચાંદીનો સિક્કો પધરાવી દીધો હતો. મંદિરના પ્રવેશ દ્વાર નજીક ચકાસણી કરતા ભક્તને ખબર પડી કે તેની સાથે વેપારીએ છેતરપિંડી કરી છે.

મંદિરમાં દર્શન માટે આવતા ભાવિકો છેતરાય ત્યારે ભાવિકોની પણ લાગણી દુભાતી હોય છે. ત્યારે બનાસકાંઠા મંદિરના વહિવટદારે આવી છેતરપિંડી કરનારા તત્વોને ચેતવણી આપતા કહ્યું કે ભક્તો સાથે છેતરપિંડી કરનારાઓને છોડવામાં નહીં આવે. આવી છેતરપિંડી કરનારા સામે આકરા પગલા લેવાશે. ચેન્નઈના ભક્ત સાથે છેતરપિંડી કરનાર દુકાનદાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વેપારીની અટકાયત કરી છે.