અમરનાથ ગુફા માટે 700થી વધુ યાત્રિકોનો સમૂહ રવાના, અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે

કડક સુરક્ષા વચ્ચે દક્ષિણ કાશ્મીરમાં 3,880 મીટરની ઉંચાઈએ આવેલી પવિત્ર અમરનાથ ગુફામાંબાબા બર્ફાનીના દર્શન કરવા માટે 700થી વધુ શ્રદ્ધાળુઓનો સમૂહ રવિવારે પહેલગામ અને બાલટાલ બેઝ કેમ્પ (Baltal Base Camp) માટે જમ્મુ (Jammu Kashmir)થી રવાના થયો હતો.

અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. બાબા બર્ફાનીના દર્શન માટે 43 દિવસીય વાર્ષિક તીર્થયાત્રા 30 જૂનના રોજ દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં પરંપરાગત 48-km-લાંબા નુનવાન માર્ગ અને મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 14-km-લાંબા બાલટાલ માર્ગથી શરૂ થઈ હતી.

બીજો કાફલો પહેલગામ કેમ્પ માટે રવાના

અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કડક સુરક્ષા વચ્ચે રવિવારે સવારે 26 વાહનોમાં શ્રદ્ધાળુઓનો 31મો સમૂહ ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થયો હતો, તેમણે કહ્યું કે બાલટાલ બેઝ કેમ્પ જતા 384 તીર્થયાત્રીઓ 14 વાહનોમાં સૌથી પહેલા રવાના થયા હતા. આ પછી 331 શ્રદ્ધાળુઓને લઈને 12 વાહનોનો બીજો કાફલો પહેલગામ કેમ્પ માટે રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું કે 30 જૂનથી ભગવતી નગર બેઝ કેમ્પમાંથી કુલ 1,42,665 શ્રદ્ધાળુઓ રવાના થયા છે. રક્ષાબંધનના અવસર પર અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

બે વર્ષના સમયગાળા બાદ અમરનાથ યાત્રા શરૂ થઈ

કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષના સમયગાળા બાદ અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ. અધિકારીઓએ જણાવ્યું કે 763 પુરૂષો, 185 મહિલાઓ અને ચાર બાળકો સહિત 950 શ્રદ્ધાળુઓનો સમૂહ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી 22 વાહનોમાં કડક સુરક્ષા વચ્ચે મંદિર માટે રવાના થયો હતો.

2.7 લાખથી વધુ લોકોએ અમરનાથ યાત્રા કરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રાના સફળ સંચાલન માટે તેના રૂટની બહુસ્તરીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. તે જ સમયે, શનિવારે અમરનાથ ગુફા માટે 500થી વધુ શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ રવાના થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની સુરક્ષા વચ્ચે કુલ 597 શ્રદ્ધાળુઓ શહેરના બેઝ કેમ્પ ભગવતી નગર યાત્રી નિવાસથી 30 વાહનોના કાફલામાં રવાના થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગુફા મંદિરમાં અત્યાર સુધીમાં 2.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી છે.