
મુંબઇ, ફિલ્મ ’જરા હટકે જરા બચકે’ની સફળતા બાદ સારા અલી ખાન રજાઓ માણી રહી છે. આ દિવસોમાં તે કાશ્મીરની સુંદરતાની મજા માણી રહી છે. થોડા દિવસો પહેલા સારાની સોનમાર્ગ ખીણ અને અમરનાથ યાત્રાની તસવીરો સામે આવી હતી, જ્યાં તેણે ભોલેનાથના દર્શન કર્યા હતા. સારાને કાશ્મીરનું વાતાવરણ એટલું ગમ્યું કે અભિનેત્રીએ ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી.
સારા અલી ખાને કાશ્મીર એક્સપ્લોર કરી રહી છે. ભોલેનાથના દર્શન કર્યા પછી અભિનેત્રીએ દરગાહ પર પણ દસ્તક આપી હતી, જ્યાં તે દુઆ કરતી જોવા મળી હતી. આ પછી,તેણે ત્યાંના લોકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો જેમાં તે તમામ દર્શકોને શુભેચ્છા પાઠવે છે અને જણાવે છે કે આંટી જી તેની ચા માટે બકરીનું દૂધ કાઢી રહી છે.
તેણે ત્યાં બાળકો સાથે મજા માણી. એક છોકરીને પોતાના ખોળામાં બેસાડી અને ત્યાંના વિસ્તાર વિશે માહિતી આપી. તેણે એક મહિલાને પૂછ્યું કે દીદી આપણે ક્યાં છીએ અને પછી સારા કહે છે, ’નમસ્તે દર્શકો વેલકમ ટૂ થાજીવાસ.’ આ સિવાય તેણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તે પૂલમાં છે અને એક બાળક સાથે રમી રહી છે.
સારા અલી ખાન લોકપ્રિય સ્ટાર કિડ છે. તે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેને વૈભવી જીવનશૈલીની કોઈ ઉણપ નથી. આમ છતાં તે સામાન્ય લોકોની જેમ જીવન જીવવાનું પસંદ કરે છે. તેમની સાદગીએ લોકોના દિલ જીતી લીધા છે. એક યુઝરે લખ્યું, ’આ પેઢીને તમારી પાસેથી ઘણું શીખવાની જરૂર છે. તમારા જેવા બહુ ઓછા લોકો છે.
અન્ય એક યુઝરે લખ્યું, ’આ છોકરી, ડાઉન ટુ અર્થ પર્સનાલિટી હૈ.કોઈ દેખાડો કરતી નથી.’ અન્ય યુઝરે લખ્યું, ’સારા તુ અલગ છે યાર, ખરેખર વિશ્ર્વાસ નથી થતો કે તમે એક સ્ટારકીડ છો, આટલી રોયલ ફેમિલીના હોવા છતાં પણ આટલા વિનમ્ર છો, એક જ દિલ છે કેટલીવાર જીતશો.’
’જરા હટકે જરા બચકે’ની સફળતા બાદ સારા અલી ખાન ’મેટ્રો ઇન દિનો’માં જોવા મળશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, અલી ફૈઝલ, અનુપમ ખેર અને નીના ગુપ્તાના નામ પણ સામેલ છે.