
અમરનાથ યાત્રા (Amarnath Yatra) દરમિયાન બાબા બર્ફાનીની પવિત્ર ગુફા પાસે ફરી પૂર આવ્યું છે. મંગળવારે ભારે વરસાદને કારણે ગુફાની આસપાસના જળાશયોના જળ સ્તરમાં વધારો થયો હતો. આવી સ્થિતિમાં જોખમને જોતા સેંકડો શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂર અને ખરાબ હવામાનને જોતા અમરનાથની યાત્રા કરી રહેલા 4000થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.