’અમારી સરકાર બનશે તો અનામત પરની ૫૦ ટકાની મર્યાદા દૂર કરાશે’, લોક્સભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધીનું વચન

મુંબઇ,લોક્સભાની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યાં છે. દેશના તમામ મોટા રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગ્યા છે. ચૂંટણીમાં લોકોને રીઝવવા પક્ષોએ વચનો આપવાનું શરૂ કરી દીધું છે. એક તરફ વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ અભૂતપૂર્વ જીત સાથે ૩૭૦ બેઠકો મેળવશે અને એનડીએ ગઠબંધન આગામી સામાન્ય ચૂંટણીમાં ૪૦૦નો આંકડો પાર કરશે. બીજી તરફ, વાયનાડથી કોંગ્રેસના લોક્સભા સાંસદ રાહુલ ગાંધીએ પણ જાહેરાત કરી છે કે જો વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા ભારતમાં સત્તામાં આવશે તો દેશવ્યાપી જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અને અનામત પરની ૫૦ ટકાની મર્યાદા પણ દૂર કરવામાં આવશે.

રાંચીની જનસભામાં રાહુલ ગાંધીએ આક્ષેપ પણ કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા – કોંગ્રેસ-રાષ્ટ્રીય જનતા દળ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે રાજ્યના મુખ્યપ્રધાન આદિવાસી હતા. ગાંધીએ શહીદ મેદાન ખાતે આયોજિત રેલીમાં કહ્યું, હું ભાજપ- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાવતરાને રોકવા અને ગરીબોની સરકારને બચાવવા માટે ગઠબંધનના તમામ ધારાસભ્યો અને ચંપાઈ સોરેન જીને અભિનંદન આપવા માંગુ છું.

કોંગ્રેસના પૂર્વ અયક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, “ભારત સામે આ સૌથી મોટો પ્રશ્ર્ન છે. અમારું પહેલું પગલું દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનું રહેશે. હાલની જોગવાઈઓ હેઠળ ૫૦ ટકાથી વધુ અનામત આપી શકાય નહીં. રાહુલ ગાંધીએ ચૂંટણી માટે બ્રમા સમાન વચન આપ્યું હતું કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇક્ધ્લુઝિવ એલાયન્સની સરકાર આરક્ષણ પરની ૫૦ ટકાની મર્યાદાને ’દૂર’ કરશે.

ગાંધીએ કહ્યું, “દલિતો અને આદિવાસીઓના આરક્ષણમાં કોઈ કાપ નહીં આવે. હું તમને ખાતરી આપું છું કે સમાજના પછાત વર્ગોને તેમના અધિકારો મળશે. સામાજિક અને આથક અન્યાય અમારા સૌથી મોટા મુદ્દા છે.

જાતિની વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી ત્યારે પીએમ મોદી કહે છે કે અહીં માત્ર બે જ જાતિઓ છે – અમીર અને ગરીબ પરંતુ સંસદમાં સાહેબ કરે છે કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી છું.ગાંધીએ દાવો કર્યો, જ્યારે ઓબીસી, દલિતો, આદિવાસીઓને અધિકાર આપવાનો સમય આવે છે, ત્યારે મોદીજી કહે છે કે કોઈ જાતિ નથી અને જ્યારે મત લેવાનો સમય આવે છે, ત્યારે તેઓ કહે છે કે તેઓ ઓબીસી છે.