અમરાવતીમાં વરરાજા લગ્ન માટે તૈયાર થઈને મતદાન કરવા પહોંચ્યા

લોક્સભા ચૂંટણી ૨૦૨૪ના બીજા તબક્કાનું મતદાન દરમિયાન, અમરાવતીના એક મતદાન મથકમાંથી સુખદ ચિત્ર સામે આવ્યું છે. એક યુવકે પોતાના લગ્નના દિવસે મતદાન કરવા માટે સમય કાઢીને મતદાન મથક પર મતદાન કર્યા બાદ તમામને પોતાનો મત આપવા માટે પ્રેરિત પણ કર્યા હતા. તેમની સાથે વરરાજાના પરિવારના સભ્યો પણ હાજર હતા. વોટિંગ કર્યા બાદ આકાશે કહ્યું કે બંને વસ્તુઓ જરૂરી છે, પરંતુ તેને સાંજે વોટ કરવાનો સમય ન મળ્યો એટલે તે સવારે આવ્યો.

લગ્ન સમારોહ મહત્વપૂર્ણ છે, પરંતુ મતદાન પણ મહત્વપૂર્ણ છે. લગ્ન આજે બપોરે ૨ વાગ્યે યોજાનાર છે, આકાશ નામના વરરાજાએ મહારાષ્ટ્રની અમરાવતી લોક્સભા બેઠકના વડાપુરામાં મતદાન કર્યા પછી કહ્યું. આ કારણોસર આકાશે લગ્ન સમારોહ પહેલા મતદાન કરવાનું નક્કી કર્યું.