મુંબઇ,શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન માત્ર ફિલ્મ પ્રોડયૂસર જ નથી પરંતુ ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. હાલમાં જ તેણે રેસ્ટોરંટ બિઝનેસમાં પણ એન્ટ્રી કરી છે. એક ઇન્ટરવ્યૂમાં ગૌરીએ પોતાની દિનચર્યા વિશે વાત કરી હતી.
તેણે જણાવ્યું કે તે સાદુ જીવન જીવે છે પરંતુ તે લોકોમાંથી એક નથી જે વહેલી સવારે ઊઠે છે. ગૌરીએ એમ પણ કહ્યું કે તેના બાળકો જીવનમાં તેની પ્રાથમિક્તા છે. એક ઇન્ટરવ્યૂમાં ગૌરીએ કહ્યું ’હું એવા લોકોમાંથી નથી કે જેઓ વહેલા જાગી જાય છે. અમારા ઘરમાં બધા મોડી રાત સુધી જાગતા હોવાથી હું સવારે ૧૦ વાગ્યા સુધીમાં જાગી જાઉં છું. મારી સવારની કોફી લીધા પછી, હું જિમમાં જાઉં છું, લંચ કરું છું અને મારું કામ કરું છું. બાળકો મારી પ્રાથમિક્તા છે તેથી અબ્રામ ૩ વાગ્યા સુધીમાં ઘરે આવે છે અને લંચ લે છે. પછી હું તેમની સાથે સમય પસાર કરું છું.
શાહરુખ વિશે વાત કરતા ગૌરીએ કહ્યું કે તે ટોટલ નાઇટ પર્સન છે. તેણે પોતે પણ આ વાત ઘણી વખત કહી છે અને માની પણ છે. દિલ્હીની રહેવાસી ગૌરીએ આ ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું કે શરૂઆતમાં તે મુંબઈની લાઇફથી ટેવાઈ ગઈ નહોતી પરંતુ ધીમે ધીમે જ્યારે શાહરુખ સુપરસ્ટાર બન્યો અને કપલે ’મન્નત’ને મુંબઈમાં પોતાનું ઘર બનાવ્યું. એ પછી ગૌરી મુંબઈના પ્રેમમાં પડી ગઈ.ગૌરી અને શાહરુખ ખાને ૩૨ વર્ષ પહેલાં ઓક્ટોબર ૧૯૯૧માં લગ્ન કર્યા હતા. બંને ત્રણ બાળકો આર્યન, સુહાના અને અબ્રામના માતા-પિતા છે.