અમાનતુલ્લા ખાન અને તેના પુત્ર અનસની ધરપકડ માટે સંભવિત સ્થળો પર સતત દરોડા

લખનૌ, ઉત્તર પ્રદેશના નોઈડામાં પેટ્રોલ પંપ પર હંગામો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને તેમના પુત્રને ભારે પડી રહ્યો છે. યુપી પોલીસ અમાનતુલ્લા ખાન અને તેના પુત્ર અનસની ધરપકડ માટે સંભવિત સ્થળો પર સતત દરોડા પાડી રહી છે. જોકે, ધારાસભ્ય અને તેમનો પુત્ર ગુમ છે અને પોલીસને હજુ સુધી તેઓ ક્યાંય મળ્યા નથી. આવો જાણીએ શું છે આ કેસ પાછળ.

હકીક્તમાં, થોડા દિવસો પહેલા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને તેમના પુત્ર વિરુદ્ધ પેટ્રોલ પંપના કર્મચારીઓ પર હુમલો કરવા અને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુપી પોલીસે ૭ મેના રોજ નોઈડાના સેક્ટર-૯૫ સ્થિત પેટ્રોલ પંપ પર સેલ્સમેન અને અન્ય કર્મચારીઓ સાથે હુમલો, હત્યાનો પ્રયાસ અને લૂંટનો કેસ નોંયો છે.

યુપી પોલીસને આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ, તેમના પુત્ર અનસ અને અબુ બકર વિરુદ્ધ કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. નોઈડા પોલીસ અધિકારીઓએ દિલ્હી પોલીસ પાસેથી આપ ધારાસભ્ય, તેમના પુત્ર અને સહયોગી અબુબકરના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી માંગી છે. પોલીસે આ કેસમાં અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ એક્ટની કલમ વધારી દીધી છે.

યુપી પોલીસે મંગળવારે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, તેમના પુત્ર અને અન્ય એકની શોધમાં દિલ્હીમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા પરંતુ તેઓ મળ્યા ન હતા. સોમવારે પોલીસે આ મામલામાં આપ ધારાસભ્ય અમાનતુલ્લાના મેનેજર ઇકરાર અહેમદની ધરપકડ કરી હતી. આ પહેલા નોઈડાના સેક્ટર-૯૫ પેટ્રોલ પંપ પર થયેલા હુમલાના મામલે શનિવારે નોઈડા પોલીસ પણ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. પોલીસે આપના ધારાસભ્યના ઘરે નોટિસ પણ ચોંટાડી દીધી છે