વોશિંગ્ટન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. તેમણે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. હાઉસમાં ભવ્ય સ્વાગત બાદ પીએમ મોદીએ વ્હાઇટ હાઉસની બહાર એક સભાને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશોના સમાજ અને સંસ્થાઓ લોક્તાંત્રિક મૂલ્યો પર આધારિત છે અને બંને (દેશો)ને તેમની વિવિધતા પર ગર્વ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વૈશ્ર્વિક ભલાઈ, શાંતિ, સ્થિરતા માટે કામ કરશે અને બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શશે.
એક પ્રશ્ર્નના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ધર્મ અને જાતિના આધારે કોઈ ભેદભાવ નથી. ભારત એવો દેશ છે જેણે લોકશાહીને જીવે છે. તેમણે કહ્યું કે જે દેશમાં માનવ અધિકાર નથી ત્યાં લોક્તંત્ર અસ્તિત્વમાં નથી. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર દરેક ધર્મ, જાતિ, વર્ગના લોકો માટે કામ કરે છે. સરકારની યોજનાનો લાભ દરેકને મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત-યુએસ વેપાર રોકાણ ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા માટે પણ મહત્વપૂર્ણ છે. આજે અમેરિકા ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. અમે નક્કી કર્યું છે કે પેન્ડિંગ વેપાર મુદ્દાઓને અમે મજબૂત બનાવીશું. અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, સ્પેસ, ક્વોન્ટમ અને ટેલિકોમ જેવા ક્ષેત્રોમાં અમારા સહયોગને વિસ્તૃત કરીને ભવિષ્યની ભાગીદારી કરી રહ્યાં છીએ.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ પ્રમુખ જો બાઈડેન સાથે જણાવ્યું હતું કે, “ભારત-યુએસ સંબંધોના ઇતિહાસમાં આજનો દિવસ એક વિશેષ દિવસ છે. વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અયાય ઉમેરાયો છે. એક નવી દિશા અને નવી ઉર્જા મળી આવ્યા છે.