
મુંબઇ, રામ ચરણે ૨૭ માર્ચે તેમનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો. દરમિયાન, અભિનેતાના પરિવાર અને મિત્રો સિવાય, ’પુષ્પા ૨’ ફેમ અલ્લુ અર્જુન પણ એક પાર્ટીમાં મસ્તી કરતો જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં અલ્લુ અર્જુન તેના પિતરાઈ ભાઈ રામ ચરણ સાથે જોવા મળી રહ્યો છે. અલ્લુ અર્જુન અને રામ ચરણ બંને આ દિવસોમાં તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. બીજી તરફ, ફિલ્મ ઇઇઇ રિલીઝ થયાને ૨ વર્ષ થઈ ગયા છે, પરંતુ આ ફિલ્મના ગીત ’નટુ-નટુ’નો ફિવર હજુ સુધી લોકો અને સ્ટાર્સના માથા પરથી ઉતર્યો નથી. વાયરલ વીડિયોમાં તમે અલ્લુ અર્જુન અને રામ ચરણને ‘નટુ-નટુ’ પર એક્સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે
અલ્લુ અર્જુને તેમના જન્મદિવસ પર રામ ચરણને શુભેચ્છા પાઠવતા કેટલીક તસવીરોનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ‘આરઆરઆર’ ના નાટુ-નાટુ પર એક્સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતી વખતે ‘પુષ્પા ૨’ એક્ટર અલ્લુએ રામ ચરણની બર્થડે પાર્ટીની કેટલીક ઝલક બતાવી છે. આ તસવીરમાં અલ્લુ અર્જુન, પિતરાઈ ભાઈ રામ ચરણ, નિહારિકા કોનિડેલા અને અલ્લુ શિરીષ સાથે ઓસ્કાર વિજેતા ગીત ‘નાટુ નાતુ’ના હૂક સ્ટેપ કરતા જોવા મળે છે.