અલીગઢ, ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં હજારો વર્ષ જૂના ઐતિહાસિક મંદિર હનુમાન મંદિરમાં મુસ્લિમ મહિલાઓ અને પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ જારી કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે ૧૩ મેના રોજ જ્યારે ચાર લોકો નાશિકના પ્રખ્યાત ત્ર્યંબકેશ્ર્વર મંદિરમાં બળજબરીથી ઘૂસ્યા હતા. આ લોકો પહેલા ચંદન શોભાયાત્રાનો ભાગ બન્યા અને શિવલિંગ પર ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો. જે બાદ ત્યાં તૈનાત સિક્યોરિટી ગાર્ડે તેને અંદર જતા અટકાવ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિયમ લાગુ કર્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે, મુઝફરનગરના પ્રખ્યાત બાલાજી મંદિરની પ્રબંધન સમિતિએ બુધવારે મંદિર પરિસરમાં ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ અને હાફ પેન્ટ પહેરેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. મંદિરના એક અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. નવી મંડી વિસ્તારમાં સ્થિત બાલાજી ધામ મંદિર સમિતિના પ્રમુખ શંકર તયાલે ભક્તો માટે જારી કરવામાં આવેલી નવી સૂચનાઓ વિશે પત્રકારોને જણાવ્યું હતું કે સમિતિએ તમામ શ્રદ્ધાળુઓને યોગ્ય કપડા પહેરીને મંદિરમાં આવવાની અપીલ કરી છે. મંદિરની સામે નોટિસ પણ લગાવવામાં આવી છે.