અલંગમાં કરોડોના ભંગારની ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો

ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં રાત્રીના સમયે ૧૦ જેટલા અજાણા માણસોએ ગેલામાં પ્રવેશ કરીને આઇસરમાં એક ટન જેટલો કોપરનો માલ ચોરી કરવાનો પ્લાન કર્યો હતો, પરંતુ આસપાસના રહેતા લોકોને શંકા જતા ડેલા પાસે આવતા જ તસ્કરો આઇસર મૂકીને નાસી છૂટ્યા હતા જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ સ્ટેશનના ફરિયાદ થતાં આઇ.જી, એસ.પી અને એલ.સી.બી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ભાવનગર શહેરના કુંભારવાડા ખાર વિસ્તરમાં અમીનભાઇ મારફાણીના ભાડુઆતી માલિકી આઇટી ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાસગનું આઇસર લઈને આવેલા ૪ થી ૫ શખ્સોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી ડેલામાં દોઢ થી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ૨૦ જૂનના મોડી રાત્રીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. આ ઘટનામાં નાસી છુટેલ શખ્સો ને પકડવા માટે એલસીબી ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.