અલ્હાબાદ હાઈકોર્ટની બેન્ચે મનોજ મુંતશીર, ભૂષણ કુમાર સહિત ૩ને સમન્સ પાઠવ્યા

અલ્હાબાદ, લખનૌથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં ’આદિપુરુષ’ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે આ ફિલ્મના કેસની સુનાવણી દરમિયાન મનોજ મુતંશીર, ભૂષણ કુમાર અને ઓમ રાવતને સમન્સ પાઠવ્યા છે. લખનૌ હાઈકોર્ટમાં જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણ અને જસ્ટિસ શ્રીપ્રકાશ સિંહની બેંચે ફિલ્મ આદિપુરુષના નિર્માતા ભૂષણ કુમાર, નિર્દેશક અને સ્ક્રીન પ્લે રાઈટર ઓમ રાઉત અને સંવાદ લેખક મનોજ શુક્લા મુંતશીરને ૨૭ જુલાઈએ સમન્સ પાઠવ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે આ ત્રણ લોકોને ૨૭ જુલાઈએ હાઈકોર્ટમાં સમન્સ પાઠવ્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી વિવાદોમાં ઘેરાયેલી છે અને કોર્ટ આ ફિલ્મ સાથે જોડાયેલી અરજી પર સતત સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક સપ્તાહની અંદર પાંચ સભ્યોની સમિતિ બનાવવાનો આદેશ આપ્યો છે. આ સમિતિ ’આદિપુરુષ’ ફિલ્મ અને તેને લગતી ફરિયાદોની તપાસ કરશે અને ૧૫ દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરશે.

કોર્ટે કહ્યું કે આ કમિટીમાં વાલ્મીકિ રામાયણ, તુલસીદાસના રામચરિતમાનસ અને અન્ય સંબંધિત ધામક ગ્રંથોનું જ્ઞાન ધરાવતા બે સભ્યો હોવા જરૂરી છે. હાઈકોર્ટે સેન્સર બોર્ડના અધ્યક્ષ અને સચિવ પાસેથી વ્યક્તિગત સોગંદનામા પણ મંગાવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી વ્યક્તિગત એફિડેવિટ પણ મંગાવવામાં આવી છે. હાઈકોર્ટે પણ પોતાના આદેશમાં કડક ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ સેન્સર બોર્ડે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી.

કોર્ટે પૂછ્યું કે શું માહિતી અને પ્રસારણ મંત્રાલયે તેની કાનૂની સત્તાનો ઉપયોગ કરીને અત્યાર સુધી કોઈ પગલાં લીધાં છે. કોર્ટે એક વખત ટીપ્પણી કરી હતી કે ફિલ્મના મેર્ક્સ અને ડાયલોગ રાઈટરોએ જનભાવનાઓને ધ્યાનમાં નથી લીધી, આ ફિલ્મમાં રામાયણના પાત્રોને ખૂબ જ શરમજનક રીતે રજૂ કરવામાં આવ્યા છે.કોર્ટે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે હિંદુ દેવી-દેવતાઓને ખોટી રીતે બતાવવામાં આવ્યા છે. હાઈકોર્ટ લખનૌ બેંચમાં આ કેસની આગામી સુનાવણી ૨૭ જુલાઈએ થશે. સમિતિનો રિપોર્ટ ૨૭ જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ફિલ્મ સામે કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે લોકો ધાર્મિક ગ્રંથો પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેમની લાગણીઓ સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી કોઈ પ્રચાર નથી, બલ્કે તેઓએ માન્ય મુદ્દો ઉઠાવ્યો છે. અરજીમાં જે રીતે ફિલ્મ બનાવવામાં આવી છે તે પાત્રોને દર્શાવવામાં આવ્યા છે. જેનો વિરોધ થયો છે. કોર્ટે કહ્યું કે લોકો ઘરની બહાર નીકળતા પહેલા રામચરિતમાનસનો પાઠ કરીને બહાર જાય છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે ફિલ્મ ’આદિપુરુષ’ પર સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે ફિલ્મ નિર્માતાઓએ કોઈ ચોક્કસ ધર્મની સહિષ્ણુતાની ક્સોટી કેમ કરી તે સમજાતું નથી. કોર્ટે કહ્યું કે જે નરમ હશે, શું તેને દબાવી દેવામાં આવશે?